શોધખોળ કરો

Udaipur Violence: ઉદયપુરમાં અચાનક સર્જાયા તોફાન તોડફોડ હિંસા બાદ શાળા કોલેજ ઇન્ટરનેટ બંધ

શુક્રવારે ઉદયપુરની એક શાળામાં 10મા ધોરણના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યા બાદ શહેરનું વાતાવરણ બગડી ગયું હતું. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પોલીસ દળો તૈનાત છે.

Udaipur Violence: રાજસ્થાનના ઉદયપુરમાં શુક્રવારે એક સરકારી શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીએ શાળાના સાથી પર ચાકુ માર્યા પછી સાંપ્રદાયિક તણાવ (communal tension )વધી ગયો હતો. ઘટના બાદ ટોળાએ કારને આગ ચાંપી દીધી હતી અને પથ્થરમારો (throw stones )કર્યો હતો. પરિસ્થિતિને જોતા ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં આજે રાત્રે 10 વાગ્યાથી આગામી 24 કલાક સુધી ઈન્ટરનેટ બંધ (internet close) કરી દેવામાં આવ્યું છે.

 પોલીસના જણાવ્યા અનુસાર, ભટિયાણી ચોહટ્ટા સ્થિત સરકારી શાળામાં છરાબાજીની ઘટના પાછળનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે, પીડિતાને જિલ્લા હોસ્પિટલના  (ICU)માં દાખલ કરવામાં આવી છે અને તેની સ્થિતિ સ્થિર છે.

 પોલીસે જણાવ્યું કે, કેટલાક હિંદુ સંગઠનોના સભ્યો આ ઘટનાનો વિરોધ કરવા માટે શહેરના મધુબન વિસ્તારમાં એકઠા થયા હતા. પોલીસે જણાવ્યું કે, ટોળાએ પથ્થરમારો કર્યો અને ત્રણ-ચાર કારને આગ ચાંપી દીધી.

 શુક્રવારે સાંજે તણાવ વધતાં બાપુ બજાર, હાથીપોળ, ઘંટાઘર, ચેતક સર્કલ અને આસપાસના વિસ્તારોમાં બજારો બંધ રાખવામાં આવી હતી. હિન્દુ સંગઠનોના લોકોએ બજારોમાં દુકાનો બંધ કરાવી હતી. કેટલાક હિંસક તત્વોએ શોપિંગ મોલ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં દુકાનોના કાચના દરવાજાને નુકસાન થયું હતું.

  સેંકડો લોકો સરકારી હોસ્પિટલની બહાર એકઠા થયા હતા જો કે  પોલીસે ભીડને વિખેરી  હતી. ઉદયપુરના પોલીસ અધિક્ષક યોગેશ ગોયલે કહ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં વધારાના પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આરોપી ઝડપાઈ ગયો છે.

 અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે શહેરના લગભગ તમામ વિસ્તારોમાં પોલીસ દળો તૈનાત છે અને તમામ પોલીસ અધિકારીઓ જમીની સ્તરે દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યાં છે.

 ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર ભટ્ટ, જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ પોસવાલ, એસપી યોગેશ ગોયલ, રાજ્યસભાના સભ્ય ચુન્નીલાલ ગરાસિયા, લોકસભા સાંસદ મન્નાલાલ રાવત, ધારાસભ્ય તારાચંદ જૈન, ફૂલ સિંહ મીના અને અન્ય જનપ્રતિનિધિઓએ પરિસ્થિતિ અંગે બેઠક યોજી હતી.

ટોપ સ્ટોરી

હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!
હોમ-કાર લોન EMI વધશે? ફુગાવો 7% પહોંચવાના એંધાણ, RBI લેશે મોટો નિર્ણય!
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
Embed widget