શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ખતરાની ઘંટડી! સતત વધી રહ્યું છે પૃથ્વીનું તાપમાન, વૈજ્ઞાનિકોએ રેકોર્ડ કર્યો વિશ્વનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ

પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે અને તે ખતરાની ઘંટડી સમાન છે. વૈજ્ઞાનિકો આ માટે અલ નીનો અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનને જવાબદાર ગણાવે છે. જૂન મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો નોંધાયો હતો.

Hottest Day on Earth: સોમવાર, 3 જુલાઈના રોજ વિશ્વનું સરેરાશ તાપમાન નવી ટોચે પહોંચ્યું હતું. આ પ્રથમ વખત છે જ્યારે વૈશ્વિક સરેરાશ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે. વૈજ્ઞાનિકો માને છે કે અલ નિનો કુદરતી હવામાન ઘટના અને માનવીઓમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનનું મિશ્રણ ગરમીનું કારણ બની રહ્યું છે. ગયા મહિને વિશ્વનો અત્યાર સુધીનો સૌથી ગરમ જૂન મહિનો હોવાનું પણ સમર્થન મળ્યું છે. વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટીના તાપમાનમાં વધારો થવાની ઘટનાને 'અલ નિનો' કહેવામાં આવે છે.

ખતરાની ઘંટડી! સતત વધી રહ્યું છે પૃથ્વીનું તાપમાન

યુએસ નેશનલ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્રિડિક્શનના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે 3 જુલાઈના રોજ વિશ્વનું સરેરાશ તાપમાન 17.01 °સે પર પહોંચી ગયું હતું, જે ઓગસ્ટ 2016થી અત્યાર સુધીના 16.92 °Cના અગાઉના રેકોર્ડને તોડી નાખે છે. આ વર્ષની શરૂઆતથી જ સંશોધકો જમીન અને સમુદ્રમાં વધતા તાપમાનને લઈને ચિંતિત છે. સ્પેન અને એશિયાના ઘણા દેશોએ ગરમીના રેકોર્ડ બનાવ્યા છે અને ઉત્તર સમુદ્ર જેવા સ્થળોએ હીટવેવનો અનુભવ થયો છે કે જ્યાં સામાન્ય રીતે ગરમી પડતી નથી.

1979 પછી સૌથી વધુ તાપમાન

ચીન હાલમાં તીવ્ર હીટવેવનો સામનો કરી રહ્યું છે અને કેટલાક સ્થળોએ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. બીજી તરફ દક્ષિણ અમેરિકામાં પણ ગૂંગળામણની સ્થિતિ યથાવત છે. 1979માં સેટેલાઇટ મોનિટરિંગ રેકોર્ડ્સ શરૂ થયા પછી સોમવારનું તાપમાન સૌથી ગરમ હતું. નિષ્ણાતો માને છે કે 19મી સદીના અંતમાં ઇન્સ્ટ્રુમેન્ટલ રેકોર્ડ્સ શરૂ થયા પછી આ સૌથી વધુ હતું.

અલ નિનો અને CO2 ઉત્સર્જનને કારણે ગરમીમાં વધારો

સંશોધકો માને છે કે નવું મહત્તમ તાપમાન કુદરતી ઘટના અલ નીનો અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનનું સંયોજન છે. સમાચાર અનુસાર આબોહવા સંશોધક લિયોન સિમોન્સે કહ્યું, 'અમારી પાસે વિશ્વસનીય રેકોર્ડ મળ્યા બાદ પહેલીવાર સરેરાશ વૈશ્વિક સપાટીનું હવાનું તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.' તેમણે કહ્યું કે હવે જ્યારે અલ નીનોનો ગરમ તબક્કો શરૂ થઈ રહ્યો છે, ત્યારે અમે આગામી 1.5 વર્ષમાં મોટા પાયે દૈનિક, માસિક અને વાર્ષિક રેકોર્ડ તૂટવાની આશા રાખીએ છીએ.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે, નદીઓમાં પૂરની સ્થિતિ બનશેઃ અંબાલાલ પટેલ

ગુજરાતમાં ફરી એક વખત વરસાદ ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર છે. આગામી 36 કલાકમાં ગુજરાતમાં વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. તેમના કહેવા અનુસાર સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન છે. સાથે ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. દાહોદ, મહીસાગર, છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે. જ્યારે નર્મદા નદીમાં હળવા પૂરની શક્યતા છે. વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની સારી આવક થશે. કચ્છના કેટલાક ભાગમાં વરાપ નીકળવાની શક્યતા છે.

અંબાલાલ પટેલ અનુસાર આગામી જુલાઈ મહિનો ભારેથી અતિભારે વરસાદનો રહેશે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ રહેશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી મેઘરાજા ફરી કરશે તોફાની બેટિંગ. હવામાન વિભાગના મતે પૂર્વ અને પશ્ચિમ તરફનું દબાણ વધવાના કારણે ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. તેમાં પણ 7 અને 8 જુલાઈએ તો ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે આવતીકાલે જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં મૂશળધાર વરસાદની આગાહી કરી છે.

તો 7 જુલાઈના અમદાવાદ, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી, પાટણ, ભરૂચ, સુરત, નવસારી, અને વલસાડ પાણી-પાણી થશે. તો 8 જુલાઈના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વસાદ પડશે.

સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. અશ્વિની કુમાર વિસ્તારમાં વહેલી સવારે વરસાદ વરસ્યો છે. જેના કારણે રેલવે ગરનાળુ તેમજ સરસ્વતી સ્કૂલ પાસે ભરાયા પાણી છે. ગરનાળામાં પાણી ભરાઈ જતા રીક્ષા બંધ પડી હતી. સાથે જ અન્ય વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી. તો આ તરફ કતારગામ અને ઓલપાડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કતારગામ વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. તો ઓલપાડ, સાયણ ,કીમ સહિતના વિતારોમાં પણ વરસાદ નોંધાયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓAhmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળPatan Fire News: સિદ્ધપુરમાં મકાનમાં આગ લાગતા મહિલા અને બાળકનું મોત| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Maharashtra: મહારાષ્ટ્રની મોટી ખબર, એકનાથ શિન્દેને મળશે આ મલાઇદાર પદ, દીકરો પણ થઇ જશે સેટ ?
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Embed widget