Facebook New Name Meta: મેટાવર્સ શું છે, ફેસબુક કંપનીના નામ સાથે શું બદલાયું અને શું નહીં, સમજો વિગતવાર
માર્ક જુકરબર્ગએ કંપનીના નામની જાહેરાત સાથે કહ્યું કે, આપણે સામાજિક મુદ્દા સામે એક સાથે ઝઝુમવાની સાથે આટલા સમયમાં ઘણું શીખ્યું છે.
માર્ક જુકરબર્ગએ કંપનીના નામની જાહેરાત સાથે કહ્યું કે, આપણે સામાજિક મુદ્દા સામે એક સાથે ઝઝુમવાની સાથે આટલા સમયમાં ઘણું શીખ્યું છે. હવે સમય આવી ગયો છે કે આ અનુભવ સાથે નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવે.
ફેસબુકના કો-ફાઉન્ડર અને સીઇઓ માર્ક જુકરબર્ગએ કંપનીના નવા નામની જાહેરાત કરી છે. ફેસબુકને હવે નવા નામ મેટાવર્સથી ઓળખવામાં આવશે. મેટાવર્સ એક અલગ દુનિયા છે, જે સંપુર્ણ ઇન્ટરનેટ પર નિર્ભર છે. મેટાવર્સ માટે ફેસબુક સતત રોકાણ ફણ કરી રહ્યું છે. ફેસબુક સિવાય અન્ય કંપની પણ મટાવર્સ બનવાનો વિચાર કરી રહી છે.
મેટાવર્સ શું છે?
મેટાવર્સ શબ્દ ભલે આજે અચાનક મીડિયા દ્વારા સામે આવ્યો છે પરંતુ આ ખૂબ જ જૂનો શબ્દ છે.1992માં નીલ સ્ટીફન્સના પુસ્તકમાં મેટાવર્સનો મતલબ એક એવી દુનિયા જે વર્ચ્યુઅલી આપને કનેક્ટ કરે છે. મેટાવર્સનો ઉપયોગ પહેલાથી ગેમિંગ માટે થઇ રહ્યો છે.મેટાવર્સમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો મેટાવર્સ એક ઇન્ટરનેટની નવી દુનિયા છે.જ્યાં લોકો હાજર ન હોવા છતાં પણ સામેલ રહે છે. જો કે મેટાવર્સને પૂરૂ થવામાં હજુ સમય લાગશે.
શું બદલાયું અને શું નહીં?
આપના માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે, ફેસબુકના આ નવા એલાન બાદ શું-શું બદલાયું છે અને શું નથી બદલાયું. અહીં માત્ર કંપનીની બ્રાન્ડિંગ બદલી છે. જેથી ફેસબુક કંપનીને હવે મેટાના નામથી જ ઓળખવામાં આવશે. કંપનીના હેડક્વાર્ટસ પર ફેસબુક નહી પરંતુ મેટા લખવામાં આવશે, ફેસબુક એપનું નામ નહી બદલાય. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટસઅ મેસેન્જરનું નામ પણ નહીં બદલાય. ઉપરાંત કંપનીના વિવિધ પદો પર પણ કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યાં. જો કે 1 ડિસેમ્બરથી કંપનીના સ્ટોકનું સ્ટીકર MVRSના નામથી હશે. કંપનીના હેડક્વાટરમાં હવે અંગૂઠાવાળા નિશાનનું (લાઇક) હવે હટી ગયું છે, તેનું સ્થાન નવા લોગોએ લઇ લીધું છે. જે ઇનફિનિટી જેવું છે.