South Korea: હૈલોવીન પાર્ટીમાં 10 મિનિટની નાસભાગમાં 151નાં મોત, 150થી વધુ ઘાયલ, જશ્નના માહોલમાં માતમ
Seoul News: નાસભાગમાં 150 લોકોના મોત થયા હતા, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ નાસભાગ દરમિયાન લગભગ 50 લોકોને હૃદયરોગનો હુમલો થયો હોવાના પણ અહેવાલ છે. અકસ્માત બાદ રાષ્ટ્રપતિએ ઇમર્જન્સી બેઠક બોલાવી હતી.
South Korea News: હૈલોવીન પાર્ટીમાં નાસભાગમાં 150 લોકોના મોત થયા હતા, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ નાસભાગ દરમિયાન લગભગ 50 લોકોને હૃદયરોગનો હુમલો થયો હોવાના પણ અહેવાલ છે. અકસ્માત બાદ રાષ્ટ્રપતિએ ઇમર્જન્સી બેઠક બોલાવી હતી.
દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં શનિવારે રાત્રે (દક્ષિણ કોરિયાના સમય અનુસાર) એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક હેલોવીન પાર્ટી દરમિયાન નાસભાગમાં 150 લોકોના મોત થયા હતા, જ્યારે 150થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ નાસભાગ દરમિયાન લગભગ 50 લોકોને હૃદયરોગનો હુમલો થયો હોવાના અહેવાલ છે. દેશની યોનહાપ ન્યૂઝ એજન્સી અનુસાર, સિયોલમાં હેલોવીન પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સાંકડા રસ્તા પર લોકોની અવરજવરને કારણે નાસભાગ મચી ગઈ હતી.
શનિવાર રાત્રે 10:20 ઘટી દુર્ઘટના
Ready to provide any support: US on South Korea stampede as death toll rises to 149
— ANI Digital (@ani_digital) October 30, 2022
Read @ANI Story | https://t.co/hy0jTs3SaW#SouthKorea #JakeSullivan #Stampede #HalloweenHorror #Seoul pic.twitter.com/lsj7uW4spH
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ સિયોલના ઇટવાન, યોંગસન-ગુમાં હેલોવીન પાર્ટી ચાલી રહી હતી. દરમિયાન એક રસ્તા પર આગળ વધવાના પ્રયાસમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો એકબીજાને કચડી નાખવા લાગ્યા હતા. ફાયર વિભાગને રાત્રે 10:22 વાગ્યે કેટલાક લોકોને શ્વાસ લેવામાં તકલીફના અહેવાલો મળવા લાગ્યા. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં 120 લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમાંથી 74ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે 46ને નજીકના મલ્ટીપર્પઝ ઇન્ડોર જિમ્નેશિયમમાં રાખવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે. અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગનાની ઉંમર 20 વર્ષની આસપાસ જ છે. અધિકારીઓનું અનુમાન છે કે હજુ પણ મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.
રાત્રે 11.50 વાગ્યે વધુ લોકો રાહત અને બચાવ કાર્યમાં જોડાયા
ફાયર વિભાગે રાત્રે 10:38 વાગ્યે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 364 ફાયર ફાઇટર સહિત કુલ 848 કર્મચારીઓ રાહત કાર્યમાં રોકાયેલા હતા, જ્યારે 142 એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી હતી.રાત્રે 11:30 વાગ્યાની આસપાસ કેટલાક લોકો કાર્ડિયાક અરેસ્ટથી પીડિત હોવાની જાણ થઇ.અહેવાલ મુજબ, રાત્રે લગભગ 11:30 વાગ્યે, બચાવકર્મીઓ ઇટવાનમાં હેમિલ્ટન હોટલ પાસે ડઝનેક બેભાન લોકોનું CPR કરી રહ્યા હતા. પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે, લગભગ 50 દર્દીઓ ઘટનાસ્થળે કાર્ડિયાક અરેસ્ટથી થયા છે.
લીએ રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યે મીટિંગ બોલાવી હતી
દુર્ઘટનાના લગભગ બે કલાક પછી, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક-યોલે ઇમર્જન્સી બેઠક બેઠક બોલાવી અને રેસ્ક્યૂ ટીમને તેમજ મેડિકલ ટીમને તાબડતોબ ઘટનાસ્થળે પહોંચવા સૂચના આપી હતી. સિઓલના ઇટાવાનમાં બપોરના 1 વાગ્યાની આસપાસ ડઝનેક લોકો કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. ઘટનાના પગલે રાષ્ટ્રપતિએ તાબડતોબ તમામસંબંધિ વિભાગોને એલર્ટ કર્યાં હતા અને જરૂરી સૂચના આપી હતી.
રવિવારે રાત્રે 2 કલાકે સુચના મળી હતી
રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ આરોગ્ય પ્રધાનને શક્ય તેટલી વહેલી તકે તબીબી સહાય ટીમ મોકલવા અને નજીકની હોસ્પિટલોમાં ઇમરજન્સી બેડની વ્યવસ્થા કરવાના આદેશ આપ્યાં હતા. ગૃહ પ્રધાન લી સાંગ-મીનના નેતૃત્વ હેઠળ, તમામ સંબંધિત મંત્રાલયો અને સંસ્થાઓને પીડિતોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અને સારવાર પૂરી પાડવા સૂચના આપવામાં આવી હતી.
આ પાર્ટી કેમ થઈ રહી હતી?
અહેવાલ મુજબ, કોવિડ-19 રોગચાળાની શરૂઆત પછી માસ્ક અને સામાજિક અંતરના પગલાં વિના પ્રથમ હેલોવીન સપ્તાહાંતની ઉજવણી કરવા શનિવારે પાર્ટીમાં ન લગભગ 100,000 લોકો અહીં એકઠા થયા હતા.