વિક્કી અને સારાના ફિલ્મ શૂટિંગ દરમિયાન થયો હોબાળો, એક્ઝમાં થોડી મિનિટ પહેલા જ એન્ટ્રી મળતાં વિફર્યો વિદ્યાર્થીઓ
ક્રિશ્ચિયન કોલેજમાં ફેમિલી કોર્ટનો સેટ બનાવવામાં આવ્યો હતો. જેના કારણે બહારગામથી અહીં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા અને લાંબા સમય સુધી કોલેજની શોધખોળ કરતા રહ્યા હતા. આ સાથે કોલેજના ગેટ પર જ વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા હતા.
ઇંદોર:ક્રિશ્ચિયન કોલેજમાં ફેમિલી કોર્ટનો સેટ બનાવવામાં આવ્યો હતો. જેના કારણે બહારગામથી અહીં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા અને લાંબા સમય સુધી કોલેજની શોધખોળ કરતા રહ્યા હતા. આ સાથે કોલેજના ગેટ પર જ વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા હતા.
બોલિવૂડ સ્ટાર્સ વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મનું શૂટિંગ છેલ્લા ઘણા દિવસોથી ઈન્દોરમાં ચાલી રહ્યું છે. આ સ્ટાર્સને ઈન્દોરના અલગ-અલગ લોકેશન પર ખૂબ જ આરામથી શૂટિંગ કરતા જોઈ શકાય છે. તેમના મનપસંદ સ્ટાર્સનું શૂટિંગ જોવા માટે શૂટિંગ લોકેશનની આસપાસ લોકોની ભીડ હંમેશા રહે છે, પરંતુ મંગળવારે, આ શૂટિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે સમસ્યા બની ગયું હતું. આ શૂટિંગના કારણે આ કોલેજની પરીક્ષાઓ પ્રભાવિત થઈ હતી. આ મામલો ઈન્દોરની ક્રિશ્ચિયન કોલેજનો છે જ્યાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ક્રિશ્ચિયન કોલેજમાં ફેમિલી કોર્ટનો સેટ બનાવવામાં આવ્યો હતો. જેના કારણે બહારગામથી અહીં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા અને લાંબા સમય સુધી કોલેજની શોધખોળ કરતા રહ્યા હતા. અને જ્યારે કોલેજ મળી તો કોલેજના ગેટ પર જ વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા હતા. કોલેજમાં પરીક્ષાની થોડી મિનિટ પહેલા જ એન્ટ્રી મળતાં વિદ્યાર્થીઓ વિફરા હતા અને આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.
એકઝામની થોડી મિનિટ પહેલા જ મળી એન્ટ્રી
ઉલ્લેખનિય છે કે, ફિલ્મ લુકા છુપી-2ની શૂટિંગ છેલ્લા 1 મહિનાથી ઇંદોરમાં ચાલી રહી છે.
ક્રિશ્ચિયન કોલેજમાં ફેમિલી કોર્ટનો સેટ બનાવવામાં આવ્યો હતો. જેના કારણે બહારગામથી અહીં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા અને લાંબા સમય સુધી કોલેજની શોધખોળ કરતા રહ્યા હતા. પહેલા તો કોલેજના ગેટ પર જ વિદ્યાર્થીઓને અટકાવવામાં આવ્યા હતા. જેનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. ઘણા સમય સુધી વિધાર્થીઓ કોલેજની બહાર ગેટ પર ઉભા રહ્યા. પરીક્ષાની થોડી મિનિટો પહેલા જ બાળકો કોલેજમાં પ્રવેશી શક્યા હતા. જેના કારણે આવા ઘણા વિદ્યાર્થીઓ હતા. જેઓ પોતાના વર્ગખંડ અને સીટનંબરની ની ચિંતા કરતા દેખાયા. પરીક્ષા હોવા છતાં કોલેજમાં બેઠક વ્યવસ્થા અંગે માહિતી આપવા માટે ન તો બોર્ડ કે કોઈ જવાબદાર સ્ટાફ જોવા મળ્યો ન હતો.