શોધખોળ કરો

સુરતઃ 28 વર્ષની યુવતી 10 વર્ષ નાના યુવકને ફોન કરીને શારીરિક સંબંધો બાંધવા બોલાવતી, યુવકની માતાએ યુવતીના પતિને કહ્યું ને....

લોકડાઉનને કારણે યુવક ઘરે રહેતો હતો ત્યારે પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. પરીણિત યુવતીને ચાર વર્ષની બાળકી પણ છે.

સુરતઃ સુરતમાં 28 વર્ષીય પરિણિતાને 18 વર્ષના યુવક સાથે એકતરફી પ્રેમ થઈ જતાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવા ફોન કરીને બોલાવ્યા કરતી હતી. આ યુવતીએ તેના પતિને પણ કહી દીધું હતું કે, મારે આ છોકરા સાથે સંબંધ રાખવો છે. આ સાંભળીને પતિ પણ સ્તબ્ધ થઈ ગયો હતો અને તે પણ કશું નહોતો કરી શક્યો. બિન્દાસ થઈ ગયેલી યુવતીએ શારિરિક સંબંધો માટે દબાણ ચાલુ રાખતાં 18 વર્ષના યુવકે કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. યુવકના પરિવારે યુવતી સામે ફરિયાદ કરતાં પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલાં હાઉસિંગ સોસાયટીમાં 18 વર્ષીય યુવક પોતાની માતા અને મોટા ભાઈ સાથે રહેતો હતો. પરિવારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લોકડાઉનને કારણે યુવક ઘરે રહેતો હતો ત્યારે પાડોશમાં રહેતી 28 વર્ષીય પરીણિત યુવતી સાથે મિત્રતા થઈ હતી. પરીણિત યુવતીને ચાર વર્ષની બાળકી પણ છે. આ યુવતી પોતાનાથી 10 વર્ષ નાના યુવકના એકતરફી પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. યુવક સાથે તે શારીરિક સંબંધ બાંધવા માગતી હતી. યુવકના પરિવારના જણાવ્યા મુજબ આ યુવતી યુવકને ફોન કરી વારંવાર બ્લેકમેલ કરતી હતી અને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતી હતી. યુવક આ યુવતીના ત્રાસથી ઘરમાં જ કેદ રહેતો હતો. પુત્રની આ હાલત જોઈ માતાએ પૂછતાં તેણે યુવતીના ત્રાસ અંગે માતાને કહ્યું હતું. ચોંકેલી માતાએ યુવતીના પતિને આ વાતની જાણ કરી હતી. જો કે યુવતીએ પતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, મારે આ યુવક સાથે સંબંધ રાખવો છે. પત્નીની આ વાત સાંભળી સ્તબ્ધ થઈને ઘરમાં જતો રહ્યો હતો. એ પછી પરિણીતા ફોન કરીને યુવકને બોલાવ્યા કરતી હતી, તેથી યુવક માનસિક રીતે ભાંગી પડ્યો હતો. સોમવારે પરિણીતાનો ફોન આવ્યા બાદ યુવકે ઘરના પહેલા માળે જઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પરિવારે પરિણીતાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરીને યુવતી સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવા માગ કરી છે. પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget