સુરતમાં ફરી બની શરમજનક ઘટના, કિશોરીને દુકાનમાં ખેંચીને હાથ બાંધીને કર્યું આવું કામ, પીડિતાએ માતાને કહી આપવિતી
સુરતમાં વધુ એક શરમજનક ઘટના બની છે. સુરતમાં 20 વર્ષના યુવકે 11 વર્ષની કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. કિશોરી પર દુકાનમાં રાત્રિના સમયે દુષ્કર્મ ગુજાર્યાનું સામ આવ્યું છે.
સુરતમાં 20 વર્ષના નરાધમ યુવકે 11 વર્ષિય કિશોરી પર દુષ્કર્મ ગૂજાર્યાની ફરિયાદ સામે આવી છે. ડૂમસ પોલીસ સ્ટેશનમાં પીડિતાની માતાએ મામાલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી યુવકની પોલીસે ઘરપકડ કરી લીઘી હતી.
સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પોલીસ સૂત્ર દ્રારા મળેલી માહિતી મુજબ આરોપી યુવકે કિશોરી સાથે રાત્રિના સમયે દુકાનમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. કિશોરી રાતના સમયે એકલી જ દુકાને ગઇ હતી. આ સમય રાત અને એકલતાનો લાભ લઇને આરોપી યુવક કિશોરીને દુકાનની અંદર ખેંચી ગયો હતો અને મોં દબાવીને તેમના પર દુષ્કર્મ ગુજાર્યુ હતું.
માતાએ પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે, રાત્રે કિશોરી દુકાનથી મોડી આવતા તેમને મોડું થવાના કારણે ધમકાવી હતી પરંતુ ગભરાયેલી કિશોરી કંઇ જ કહ્યાં વિના સૂઇ ગઇ હતી ત્યારબાદ સવારે દીકરીની હાલત જોતા માતાએ પ્રેમથી બધુ જ પૂછતાં દીકરીએ સમગ્ર આપવિતી માતાને કહી હતી. આરોપીએ કિશોરીના હાથ પણ બાંધી દીધા હતા. જો કે જેમ તેમ હાથ છોડીને તે ઘરે પહોંચી હતી.
આરોપી યુવકે કિશોરીને ઘટના અંગે જાણ કરવા બદલ મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આરોપી પિડિતાની કોલોનીમાં જ રહેતો હોવાનું સામે આવ્યું છે. ડુમસ પોલીસમાં કિશોરીની માતા દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા, ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની ઘરપકડ કરી લીધી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી યુવક આ પહેલા પણ કોલોનીની છોકરીઓ સાથે અડપલા કરતો રહ્યો છે. જો કે બદનામીના ડરે યુવતી કે તેમના માતા-પિતાએ આ મામલે અવાજ ન ઉઠાવતા આરોપીની હિંમત વધી ગઇ અને તેમણે માસૂમ બાળકીને તેમના હવસની શિકાર બનાવી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.