સુરતમાં GST તપાસમાં 200 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું, ૩૪ પેઢીનાં ૮ સંચાલકો સામે ગુનો દાખલ
ભંગાર, લાકડા અને કેમિકલના બિલો બનાવ્યાં હતાં. આ ચીટર ટોળકીઓએ જે પેઢી બનાવી હતી તેમાં મુખ્યત્વે ભંગારનો વેપાર બતાવ્યો હતો.
Bogus Billing Scam: સુરતમાં સીજીએસટીની તપાસમાં ૨૦૦ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ખૂલ્યું છે. ખોટી રીતે ૨૨ કરોડની આઈટીસી લેનાર ૩૪ પેઢીના ૮ સંચાલકો સામે ગુનો દાખલ થયો છે. પહેલી વખત Cgst ના અધિકારી ફરિયાદી બન્યા છે. ભંગાર, લાકડા અને કેમિકલના બિલો બનાવ્યાં હતાં. આ ચીટર ટોળકીઓએ જે પેઢી બનાવી હતી તેમાં મુખ્યત્વે ભંગારનો વેપાર બતાવ્યો હતો. આ ઉપરાંત ટોળકીએ વાપીમાં જે બીલો મોકલાવ્યા હતા તેમાં કેમીકલના બીલો હતાં. નવસારીમાં વેપારીઓને લાકડાના બીલો મંગાવીને બોગસ બીલીંગ કર્યું હતું.
આ ટોળકીએ કોના આધારકાર્ડ તેમજ બીજા ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો તે સમગ્ર ઘટના અંગે ઇકો સેલની ટીમે તપાસ શરુ કરી છે. એક આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પહેલા જીએસટી વિભાગે ઠેર ઠેર દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, આ ક્રમમાં હાલમાં જ સુરતમાં ઓછુ જીએસટી ફાઇલ કરનારાઓ સામે કડક હાથે કામ લેવાનું શરૂ કરાયુ છે. જીએસટી વિભાગે ઓછુ જીએસટી ભરનારાઓને નૉટિસ ફટકારી છે, લગભગ પાંચ હજારથી વધુ વેપારીઓને આ નૉટિસ ફટકારવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરતમાં જીએસટી વિભાગે એક્શન લેવાનું શરૂ કર્યુ છે, સુરતના વેપારીઓ પર જીએસટી વિભાગે શિકંજો કસવાનું શરૂ કર્યુ છે, જેમાં જેને પણ ઓછો જીએસટી ભર્યો છે, તેવા વેપારીઓને કર ભરવા માટે નૉટીસ ફટકારવામાં આવી છે. સુરતમાં 5 હજારથી વધુ વેપારીઓને જીએસટીએ નોટીસ પાઠવી છે. 2017-18ની સ્ક્રૂટીની કરવાની મુદત પૂર્ણ થાય તે પહેલા કાર્યવાહી કરી છે. વર્ષ 2017માં જીએસટી લાગુ કરવામાં આવ્યુ છે. પ્રથમ 8 મહિનામાં ટેક્સની રકમ ગણતરી કરીને યોગ્ય ભરપાઈ નથી કરી તે તમામ વેપારીઓને નૉટિસ મોકલાઈ છે. આ ઉપરાંત શહેરમાં 500થી વધુ કરદાતાઓને ટેક્સ ભરપાઈ કરવા માટે પણ નૉટીસ મોકલાઈ છે. જો 500થી વધુ વેપારીઓ ટેક્સ નહીં ભરે તો તેમની મિલકત પર બોજો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે.
આ પહેલા સુરતમાં હીરાદલાલના નામે GST નંબર મેળવી મિત્રના ભાઈએ 15.17 કરોડના બોગસ બિલો બનાવ્યા હતા. આ અંગે સુરત ક્રાઈમ બ્રાંચમાં 5 સામે ગુનો દાખલ થતાં તપાસ ઈકો સેલને સોંપાઈ હતી. જેમાં એક આરોપીની કરવામાં આવી હતી. ભાવેશ ઉર્ફે મુસો અગાઉ ડેટા આપવાના ગુનામાં સાયબર ક્રાઇમમાં પકડાયો હતો. કતારગામમાં હીરા દલાલે પોતાના નામે જીએસટી નંબર લઈ મિત્રના ભાઈને આપ્યો હતો. જેમાં તેની જાણ બહાર 15.17 કરોડના બોગસ બિલોના ટ્રાન્જેકશનો થયા હતા. મિત્રએ હાથ ઊંચા કરતા હીરાદલાલે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી હતી. આ કેસની તપાસ ઈકોસેલને સોંપવામાં આવી હતી, ઇકોસેલ પોલીસે મનોજ કેવડીયાની ધરપકડ કરી હતી.