શોધખોળ કરો
સુરત શહેરમાં કોરોના નવા 217 કેસ નોંધાયા, 6 લોકોના થયા મોત
સુરતમાં કોરોના સંક્રમણથી વધુ 10 લોકોના મોત થયા છે. સુરત શહેર અને જિલ્લામાં 220 લોકો સાજા થયા છે.

સુરત: સુરતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત કોર્પોરેશનમાં 217 અને સુરત જિલ્લામાં કોરોનાના 54 પોઝિટીવ કેસ નોંધાયા છે. સુરતમાં કોરોના સંક્રમણથી વધુ 10 લોકોના મોત થયા છે. સુરત શહેર અને જિલ્લામાં 220 લોકો સાજા થયા છે. સુરતમાં કોરોનાના કારણે વધુ 10 લોકોના મોત થયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 6 લોકોના મોત થયા છે, જ્યારે સુરત જિલ્લામાં વધુ 4 લોકોના મોત થયા છે. સુરત કોર્પોરેશનમાં આજે 217 નવા કેસ નોંધાયા છે, જ્યારે 147 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સુરત જિલ્લામાં નવા 54 કેસ નોંધાયા છે, જ્યારે 73 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે રાજ્યમાં 1159 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ 217 કેસ સુરતમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 879 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
વધુ વાંચો





















