(Source: ECI/ABP News/ABP Majha)
Surat: સુરતમાં 15 વર્ષના કિશોરનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં છવાયો માતમ
સુરત: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સીલસીલો યથાવત છે. આજે વધુ એક કિશોરે જીવ ગુમાવ્યો છે. માંગરોળ ઇસનપુર ગામે 15 વર્ષીય સગીરનું હાર્ટ અટેકથી મોત થયું છે.
સુરત: ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સીલસીલો યથાવત છે. આજે વધુ એક કિશોરે જીવ ગુમાવ્યો છે. માંગરોળ ઇસનપુર ગામે 15 વર્ષીય સગીરનું હાર્ટ અટેકથી મોત થયું છે. સામે આવેલી વિગતો અનુસાર સગીર હેનીલ ભુપેન્દ્ર ચૌધરી ધોરણ 10મા અભ્યાસ કરતો હતો. હેનીલ ગત રાત્રી પોતાના ઘરે ખુરશીમાં બેઠો હતો ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો.
ત્યાર બાદ પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, ડોકટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સગીરનું કરુણ મોત થતા પરિવાર સગા સંબંધી અને મિત્ર વર્તુળમાં શોક વ્યાપી ગયો છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મોતને ભેટ્યા હોય. આ પહેલા પણ રાજ્યમાં આવી ઘટના સામે આવી ચૂકી છે. રાજ્યમાં વધી રહેલા હાર્ટ એટેકના કેસોને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે.
ગુજરાતમાં આજે હત્યા અને અકસ્મતાની અનેક ઘટના સામે આવી છે. બોટાદમાં પૈસાની લેતીદેતીમાં હત્યા થઈ છે તો મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મહેસાણાસામાં મારામારી થઈ છે તો જામનગરમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટમાં ફટાકડા ન ફોડવાની બાબદમાં મામલો બિચક્યો હતો.
બોટાદમાં હત્યા
બોટાદના શીરવાણીયા ગામે યુવાનની હત્યા કરવામાં આવી છે. અલ્પેશ વીરજા નામના યુવાનની હત્યા થઈ છે. પૈસાની લેતીદેતી મામલે યુવાનની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ગત મોડિ રાત્રીના પૈસાની લેતીદેતી મામલે યુવાનને તીક્ષણ હથિયાર મારી કરાઈ હત્યા. ઘટનાની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનની બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડેલ છે.
મહેસાણામાં હિટ એન્ડ રન
મહેસાણામાં મારામારી
બહુચરાજીનાં મોઢેરા ગામે મારામારીની ઘટના સામે આવી છે. પ્રેમ લગ્નની અદાવતમાં મારામારી થઈ હતી. બન્ને પક્ષે સામે સામે મારમારી થતાં ત્રણ લોકોને ઇજા થઈ છે. મોઢેરા પોલિસે બન્ને પક્ષે આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.