Surat: ‘બજારમાં નવી છોકરી આવી છે’, સુરતમાં કાપડના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 50 લાખ રૂપિયા પડાવ્યા
સુરતના વેસુના કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવી પોલીસના નામે 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
સુરતના વેસુના કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવી પોલીસના નામે 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતના વેસુના કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. ‘બજારમાં નવી છોકરી આવી છે' એમ કહીને વેપારીને વોટ્સએપ ઉપર છોકરીના ફોટા મોકલ્યા હતા. આ મામલે પોલીસે બે રીઢા આરોપીને ઝડપ્યા હતા.
મળતી જાણકારી અનુસાર, સુરતના વેસુના કાપડના વેપારીને હનીટ્રેપમાં ફસાવીને પિયુષ ઉમેશ વોરા અને નિકુલ પરષોત્તમ સોલંકીએ 50 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ કેસમાં હનીટ્રેપનો માસ્ટર માઇન્ડ શિવરાજ લાલુ વોન્ટેડ છે. આ કેસમાં પોલીસે બે આરોપી પિયુષ વોરા અને નિકુલ સોલંકીને ઝડપી લીધા હતા. આ ગેંગ અગાઉ પણ ઝડપાઇ ચૂકી છે. આ ટોળકી ૨૦૨૦માં પૂણા પોલીસ મથકમાં હની ટ્રેપ ગોઠવી લૂંટ કરવાના ગુનામાં ઝડપાઇ ચૂકી છે.
Surat: સુરતની આ પેઢીએ 40થી વધુ રત્ન કલાકારોને કરી દીધા છૂટા, 20 વર્ષથી કામ કરતા રત્ન કલાકારોની આંખમાં આવ્યા આંસુ
સુરત: ડાયમંડ નગરી સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં હીરા કંપનીમાં રત્નકલાકારોને છૂટા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. સુરતના સુમુલ ડેરી રોડ પર આવેલ કાર્પ ઈમ્પેક્ષ ડાયમંડ કંપનીમાંથી રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા છે. 40થી વધુ રત્નકલાકારોને છૂટા કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કાર્પ હીરા કંપની વિશ્વની ખ્યાતનામ કંપની છે.
1 મહિના પહેલા હીરા ન આવતા હોવાનું કહી રત્નકલાકારોને છૂટા કરવાનું કહેવામાં આવ્યું હતું. 15 થી 20 વર્ષ જૂના રત્નકલાકારોને છૂટા કરવામાં આવતા આક્રોશ જોવા મળ્યો હતો. શેઠ અને રત્નકલાકારોના સબંધ પર પાણી ફરી વળ્યું છે. રત્નકલાકરોએ 3 મહિનાનો પગાર આપવા માંગ કરી છે. 20 વર્ષ પછી અચાનક છુટા કરવામાં આવતા રત્નકલાકારોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
સુરતમાં ધોળા દિવસે IITના વિદ્યાર્થીએ સાથીઓ સાથે મળી કરી 1 કિલો સોનાની લૂંટ
IITમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીએ સુરતમાં લૂંટનો પ્લાન બનાવી એક કિલો સોનાની લૂંટ કરી છે. સુરતમાં બિલ વગરનું 65 લાખનું સોનું વેચવા જતાં જ્વેલર્સને ભારે પડ્યું હતું. ઇન્દોરના 4 યુવકોની વડોદરા હાઇવેથી ધરપકડ કરાઈ છે. રૂપિયા કમાવવા માટે ચારેય આરોપીઓએ શોર્ટ કટ લીધો હતો.