Surat: માતા સાથે રોડ ક્રોસ કરતા સાત વર્ષના બાળકને સ્કૂલ બસે મારી ટક્કર, ઘટનાસ્થળે જ મોત
સુરતના પાલ વિસ્તારમાં સ્કૂલ બસની અડફેટે એક સાત વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.
સુરતના પાલ વિસ્તારમાં સ્કૂલ બસની અડફેટે એક સાત વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. માતા સાથે બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ કન્ટ્રી સાઈડ ઈન્ટરનેશનલ સ્કૂલ બસે ટક્કર મારી હતી. જેમાં સાત વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
Surat: સૂર્યનગરી એક્સપ્રેસમાં ફેરિયાઓની ગુંડાગીરી, મુસાફરોને ટ્રેનમાંથી ફેંકવાનો કર્યો પ્રયાસ
Surat News: સુરતમાં ટ્રેનમાં ફેરિયાઓની ગુંડાગીરી સામે આવી છે. નજીવી બાબતે ફેરિયાઓ દ્વારા મુસાફરો સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. જે અંગે રેલવને ટ્વિટ કરી ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત ફેરિયાઓએ મુસાફરોને ટ્રેનમાંથી ફેંકવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ છે. જોધપુર બાંદ્રા સૂર્યનગરી એક્સપ્રેસમાં બનાવ બન્યો હતો. મુસાફરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે
પત્નીએ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયો પતિ
સુરતના રાંદેર વિસ્તારમાં શંકાશીલ પતિ વિરુદ્ધ પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં એક પતિએ પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેની સાથે ઝઘડો કરતો હતો. બેકાર પતિએ પત્ની પાસે રૂપિયાની માંગણી કરતા પત્નીએ રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી પતિ ઉશ્કેરાયો અને પત્નીનું મોઢું દબાવી ગળાના ભાગે બ્લેડના ઘા મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને ગળાના ભાગે 10થી વધુ ટાંકા આવ્યા હતા. રાંદેર પોલીસે પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
Tunisha Sharma: તુનિષા શર્મા કેસમાં પોલીસે દાખલ કરી 524 પાનાની ચાર્જશીટ, શીજાન ખાન સાથેની ચેટથી ખુલશે રહસ્યો!
Tunisha Sharma Death Case: મુંબઈ પોલીસે ટીવી અભિનેત્રી તુનીષા શર્માના કથિત આત્મહત્યા કેસમાં ગુરુવારે ચાર્જશીટ દાખલ કરી છે. ટીવી શો 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ' એક્ટર શીઝાન ખાન તુનીશા કેસમાં મુખ્ય આરોપી છે અને હાલમાં જેલમાં છે. આરોપી શીઝાન ખાનની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં આજે એટલે કે શુક્રવારે સુનાવણી થશે. શીજાને અગાઉ વસઈ કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. તે પછી શીજાને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.
524 પાનાની ચાર્જશીટ દાખલ કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસે તુનિષા શર્મા કેસમાં 524 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ વિશે વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. પરંતુ એક અહેવાલ મુજબ તેમાં મુખ્યત્વે આરોપી શીજાન ખાન સાથેની ચેટ વગેરેનો ઉલ્લેખ છે, જેના કારણે ઘણા રહસ્યો બહાર આવી શકે છે. એક તરફ શીજાનના જામીન પર આજે સુનાવણી થઈ શકે છે તો બીજી તરફ મળતી માહિતી મુજબ તુનીષા શર્મા આત્મહત્યા કેસમાં આગામી સુનાવણી 23 ફેબ્રુઆરીએ થશે