Surat: સુરતમાં ત્રીજા માળેથી સળીયો પડ્યોને ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરતા કામદારના ગળામાં ઘુસી ગયો, જાણો પછી શું થયું
સુરત: શહેરના જહાંગીરા પૂરા વિસ્તારમાં અજીબો ગરીબ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી આવાસ કેનાલ રોડ પર કામ કરી રહેલા કામદારના ગળામાં સળિયો ઘૂસી ગયો.
સુરત: શહેરના જહાંગીરા પૂરા વિસ્તારમાં અજીબો ગરીબ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી આવાસ કેનાલ રોડ પર કામ કરી રહેલા કામદારના ગળામાં સળિયો ઘૂસી ગયો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પર કામદાર કામ કરી રહ્યો હતો તે દરમિયાન ત્રીજા માળે સળિયો પડ્યો અને સીધો કામદારના ગળામાં ઘુસી ગયો. તાત્તાલિક કામદારને સુરતની નવી સીવીલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં સળિયો કાઢવાની કામગીરી ચાલી રહી છે.
કાકાએ 12 વર્ષની ભત્રીજીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર
વડોદરા વાઘોડિયા તાલુકામાં સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. કૌંટુબીક કાકાએ સગીર ભત્રીજીનુ અપહરણ કરી દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. માત્ર 12 વર્ષની કિશોરીને 33 વર્ષના સંબઘી કાકાએ અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના પિતાએ પોતાના માસીયાઈ ભાઈ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જે બાદ વાઘોડિયા પોલીસે પોસ્કો, અપહરણ અને બળાત્કારની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી બે સંતાનનો પિતા છે અને તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે. હાલમાં પોલીસે ધરપકડ કરી મેડિકલ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં પુત્રએ પત્ની સાથે મળી કરી પિતાની હત્યા
જામનગરના સરદારનગરમાં આધેડની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આધેડના પુત્ર અને પત્નીએ જ હત્યા કરી છે. શંકરદાસ બંગાળીને તેના જ પુત્ર અને પુત્રવધુએ હત્યા નીપજાવ્યાનું પોલીસ મથકે જાહેર થયું છે. હત્યા નીપજાવનાર પુત્ર ચોરી કરવાની ટેવવાળો હોય પિતાએ ઠપકો આપતા હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યારા પતિ-પત્નીની શોધખોળ હાથ ધરી છે. શંકરદાસ બંગાળીની હત્યા નીપજાવનાર પુત્ર સુનીલ અને સુનીલની પત્ની સુનૈના સામે સી ડીવીઝનમાં હત્યાનો ગુન્હો નોંધાયો છે.
રાજકોટમાં પામ સિટી એપાર્ટમેન્ટનાં ચોકીદારે ઘર કામ કરતી તરુણી પર આચર્યું દુષ્કર્મ
રાજકોટના પામ સિટી એપાર્ટમેન્ટનાં ચોકીદારે ઘર કામ કરતી તરુણી ઉપર દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આરોપી ચોકીદાર હિતેશ બ્રહ્મભટ્ટ સામે તરૂણીની માતાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘર કામ કરવા જતી તરુણીને લલચાવી ચોકીદારે એપાર્ટમેન્ટનાં રૂમમાં જ દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. તરુણી તાબે નહી થાય તો તેના ભાઈને મારી નાખવાની ધમકી આપ્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.