શોધખોળ કરો
Advertisement
સુરતઃ પત્નિએ સેક્સ ના માણવા દેતાં અકળાયેલા યવકે ભર્યું કેવું આઘાતજનક પગલું? જાણીને ચોંકી જશો
સુત્રો પ્રમાણે, શહેરના ડિંડોલીમાં આવેલ દેલાડવા રોડ પર રહેતો અને મુળ મહારાષ્ટ્રના રત્નગીરીનો વતની 30 વર્ષીય જયેશભાઈ પરિવારમાં પત્ની અને એક પુત્રી સાથે રહેતો હતો. તેમજ મોબાઈલની એક કંપની માટે ગાડી ચલાવવાનું કામ કરતો હતો.
રવિવારે સુરતના ડિંડોલીમાં યુવકે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત પાછળનું કારણ જાણી લોકો દંગ થઈ ગયા હતા. પત્નીને શરીર સબંધ બાંધવા માટે ના પાડી તે બાબતનું માઠું લાગી આવતાં તેણે આ પગલું ભર્યું હતું.
સુત્રો પ્રમાણે, શહેરના ડિંડોલીમાં આવેલ દેલાડવા રોડ પર રહેતો અને મુળ મહારાષ્ટ્રના રત્નગીરીનો વતની 30 વર્ષીય જયેશભાઈ પરિવારમાં પત્ની અને એક પુત્રી સાથે રહેતો હતો. તેમજ મોબાઈલની એક કંપની માટે ગાડી ચલાવવાનું કામ કરતો હતો.
રવિવારે સવારે જયેશે પોતાના ઘરમાં પંખાના પાઈપ સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આ ઘટના અંગે ખબર પડતા સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ ડિંડોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટ માર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં મોકલી આપી હતી.
પોલીસે જયેશના આપઘાત પાછળનું કારણ જાણવા માટે પત્નીના નિવેદનો લીધા હતા. પત્ની સ્પષ્ટ રીતે બોલવામાં સંકોચ અનુભવી રહી હતી. જેથી પોલીસે તેને સમજાવ્યું હતું પણ તેમ છતાં બોલી નહીં શકતા પોલીસે તેને કાગળ અને પેન લખવા આપ્યા હતા. ત્યાર બાદ પત્નીએ ભારે સંકોચ સાથે કાગળ પર કારણ લખ્યું હતું જે વાંચીને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.
પરિણીતાએ લખેલું કારણ એ હતું કે તેણે પતિને શરીર સંબંધ બાંધવા માટે ના પાડી દીધી હતી. જેને કારણે તેને માઠું લાગી આવતા આ પગલુ ભર્યું હતું. આ અંગે ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જયેશની પત્નીને છેલ્લા બે વર્ષથી મેડીકલ તકલીફ છે. તેથી તે પતિને શરીર સબંધં બાધવા માટે ના પાડતી હતી. આવા સંજોગોમાં જયેશે બે દિવસ પહેલા રાતે પત્નીને શરીર સંબંધ બાંધવા કહ્યું હતું પણ પત્નિએ તેને ના પાડી હતી. ત્યાર બાદ બંને લોકો સુઈ ગયા હતા બાદમાં ગત સવારે 6 વાગ્યે પતિએ ઉઠીને ફરી તે મુદે પત્ની સાથે ચર્ચા કરી હતી પણ પત્નીએ તેની વાત માની ન હતી.
એટલે પતિ કહ્યું કે હું કંઇ કરી નાખીશ. ત્યાર બાદ તે પહેલા માળે મંદિરના રૂમમાં ગયો અને આપધાત કર્યો હતો. 8 વાગ્યે પત્ની ઉઠી અને એ સમયે ઘરમાં તેમના પતિ નહીં દેખાતા ઉપરના રૂમમાં દરવાજો અંદરથી બંધ કરેલો હોવાથી પડોસીને જાણ કરી હતી. પડોશી આવીને દરવાજો તોડ્યો હતો ત્યારે તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion