શોધખોળ કરો

ABP Asmita Poll: C.R. પાટીલના હોમ ટાઉનમાં AAPની એન્ટ્રી, જાણો AAPને કેટલી મળશે ? ભાજપ-કોંગ્રેસમાંથી કોને પડશે મોટો ફટકો ?

પત્રકારોના પોલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંઅરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની એન્ટ્રીની આગાહી કરાઈ છે.

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણી પતી ગઈ છે. આ છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું. હવે સૌની નજર આ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો પર મંડાયેલી છે ત્યારે એબીપી અસ્મિતા દ્વારા મતદાન પછી કરાયેલા પત્રકારોના પોલમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંઅરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની એન્ટ્રીની આગાહી કરાઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના હોમ ટાઉનમાં ભાજપને પણ જોરદાર ફાયદો થશે જ્યારે કોંગ્રેસને ભારે ફટકો પડશે એવી આગાહી કરાઈ છે. એબીપી અસ્મિતાના પોલમાં પત્રકારોએ આગાહી કરી હતી કે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની 120 બેઠકોમાંથી ભાજપને 101 જ્યારે કોંગ્રેસને 137 બેઠકો મળશે. આ સિવાય અન્યને 6 બેઠકો મળશે એવી આગાહી થઈ છે. આ 6 બેઠકો અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મળે એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. સુરતદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 2015ની ચૂંટણીમાં ભાજપને 80 જ્યારે કોંગ્રેસને 36 બેઠકો મળી હતી જ્યારે અન્યને કોઈ બેઠક મળી નહતી. આમ વર્તમાન ચૂંટણીમાં ભાજપને 21 બેઠકોનો ફાયદો પડશે અને કોંગ્રેસની 23 બેઠકો ઘટશે એવું પત્રકારોનું માનવું છે. સુરતમાં 2015માં 39.93 ટકા મતદાન થયું હતું. તેની સરખામણીમાં આ વખતે 4 ટકા મતદાન વધીને 44 ટકા મતદાન થયું તેનો ભાજપને ફાયદો મળશે એવી આગાહી છે. છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Embed widget