ACB Trap: સુરતના માંડવીના કરંજ ગ્રામ પંચાયતનો તલાટી કમમંત્રી ACBના છટકામાં ઝડપાયો, મિલકતની ખરીદીમાં નામ દાખલ કરવા માંગી હતી લાંચ
ACB News: એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચીયા બાબુઓ સામે સતત કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં અમુક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા.
Latest ACB Trap News: સુરત જિલ્લામાં વધુ એક લાંચીયો અધિકારી ACB ના છટકામાં ઝડપાયો છે. માંડવીના કરંજ ગ્રામ પંચાયતનો તલાટી કમમંત્રી ACBના છટકામાં આવ્યો હતો. ઉપરાંત ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓરપેટર પણ ઝડપાયો હતો. મિલકતની ખરીદીમાં નામ દાખલ કરવા તલાટી કમમંત્રીએ રૂ. ૫૦૦૦ ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી દ્વારા એ.સી.બી નો સંપર્ક કરતા ૩૫૦૦ રૂપિયાની લાંચ લેતા તલાટી કમમંત્રી જીગ્નેશ પટેલ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર પ્રિતેશ ઉર્ફે પિન્ટુ વસાવાની ધરપકડ કરી હતી. એ.સી.બી દ્વારા બંને ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા કામરેજના નવી પારડી ગામના મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાયા હતા. વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા માટે તલાટીએ ફરિયાદી પાસે 9 હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીએ છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સોનલ દેસાઈ નામની મહિલા તલાટી વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ સ્વીકારતી વખતે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ પહેલા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારમાં ખદબદેલી હોય તેમ ટૂંકા ગાળામાં એસીબીની ટીમે ત્રીજી વખત દરોડા પાડી ટેકનિકલ આસિસ્ટન્ટ APOને વનીકરણની કામગીરી માટે 20 હજારની લાંચ લેતા પંચમહાલ એસીબી દ્વારા છટકુ ગોઠવી ઝડપી પાડ્યો હતો. આ પહેલા 31.11.2023 ના રોજ મનરેગા શાખામાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહન કટારા પાણીના નાળાની કામગીરીના 42.93 લાખના બિલ મંજૂર કરાવવા બાબતે દસ ટકા લાંચ ની માંગણી કરી હતી. જેમાં ઠુઠિ કંકાસિયા ચોકડી પાસે 50 હજાર ની લાંચ લેતા દાહોદ એસીબીએ છટકુ ગોઠવી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ 28.12.2023 ના રોજ મનરેગા શાખામાં આસિસ્ટન્ટ વર્ક મેનેજર તરીકે કામ કરતા બળવંત લબાના જમીન સમતલ કરાવવાના કામ માટે ફાઈલ મંજૂર કરાવવા અંગે વીસ હજાર ની લાંચ લેતા મહીસાગર ACB ની ટ્રેપમાં ઝડપાયા હતા. ઝાલોદ તાલુકા પંચાયત કચેરીમાં મનરેગા શાખામાં ભ્રષ્ટાચાર મોટાપાયે ફળ્યું ફૂલ્યું હોવાનું આના પરથી પ્રતિત થાય છે કે એક જ શાખામાં માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ત્રણ કર્મચારીઓને જુદા જુદા બનાવમાં લાંચીત સ્વીકારતા આબાદ રીતે ઝડપી પાડતા પંચાયત આલમમાં શબ્દતાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો હતો.