શોધખોળ કરો
Advertisement
બિરયાની ખાધા બાદ યુવાન ઘરે આવ્યો અને થઇ ગયું મૃત્યુ, રિપોર્ટમાં થયો આવો ચૌંકાવનારો ખુલાસો
સુરતમાં એક ચૌકાવનારો કેસ સામે આવ્યો છે. અહીં ચોકબજાર કમલા ગલીની બિરયાની ખાઇને ઘરે આવેલ .યુવક અચાનક બેભાન થઇ ગયો ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યું થઇ ગયું. શુ હતું મોતનું કારણ આવો જાણીએ...
સુરત: ચોકબજારમાં બિરયાની ખાધા બાદ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું. 40 વર્ષના અબ્દુલ રજાક બાબુ શેખ નામનો યુવક ગત રાત્રે કાશ્મીરી બિરયાની ખાવા ગયો હતો. બિરયાની ખાઇને તે ઘરે પરત ફર્યો હતો. તે સવા ત્રણ વાગ્યે બેભાન થઇ ગયો હતો. તેમના મોંમામાંથી ફીણ નીકળા લાગ્યા હતા. આ સ્થિતિમાં તેમને તાબડતોબ હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યું થયું હતું. અબ્દુલ સુરતમાં ગેરેજ ચલાવતો હતો. તેમના અચાનક મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફેલાઇ ગયું છે.
રિપોર્ટમાં થયો ખુલાસો
બિરયાની ખાધાના ત્રણથી ચાર કલાક બાદ યુવકનું મૃત્યુ થતાં અનેક સવાલ ઉઠી રહ્યાં છે. પોલીસના જણાવ્યાં મુજબ મૃત્યુ શંકાસ્પદ હોવાથી સ્મીમેર હોસ્પિટલ ખાતે યુવકનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. પીએમ રિપોર્ટમાં પ્રેશન વધી જવાથી મગજની નસ ફાટી ગઇ હોવાનું કારણ બહાર આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
ક્રિકેટ
Advertisement