(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Assembly Elections: સરદાર પટેલનું નામ લઈ અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહારો
Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક બાદ એક સભા ગજવી રહ્યા છે. આજે અમિત શાહે સુરત વિસ્તારમાં સભાઓ ગજવી હતી. કડોદરા ખાતે અમિત શાહ જનસભા સંબોધી હતી.
Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક બાદ એક સભા ગજવી રહ્યા છે. આજે અમિત શાહે સુરત વિસ્તારમાં સભાઓ ગજવી હતી. કડોદરા ખાતે અમિત શાહ જનસભા સંબોધી હતી. અકળામુખી હનુમાનજીના દર્શન કરી સ્ટેજ પર પહોંચ્યા હતા ગૃહમંત્રી. આ દરમિયાન તેમણે સિક્યુરિટીને કહ્યું કે, ચેક કરવાની જરૂર નથી બધા આપણા જ લોકો છે. યુવા મિત્રોને જીગરના ટુકડા કહી સંબોધન કર્યું હતું.
સુરત જિલ્લાની બારડોલી વિધાનસભાની જનસભાથી લાઈવ. #ગુજરાતના_દિલમાં_ફક્ત_ભાજપ https://t.co/33iZFKxRwM
— Amit Shah (@AmitShah) November 23, 2022
તેમણે કહ્યું કે, આજે બારડોલીની ધરતી પર આવ્યો છું. બારડોલીનું નામ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ ખમીરવંતી ભૂમિ પર વલ્લભ ભાઈ ઝવેર ભાઈ પટેલને સરદાર બનાવવાનું કામ કર્યું. કોઈક ને પદ્મ શ્રી મળે કોઈને પદ્મ ભૂષણ મળે, આજે પણ સરદાર સાહેબ લોકોના હૃદયમાં છે. સરદાર સાહેબને ઇતિહાસમાંથી મીટાવવા કોંગ્રેસીયાઓએ કોઈ કસર નથી છોડી. સમય બદલાયો નહેરુ ગાંધી પરિવાર ની સરકાર ગઈ. કોંગ્રેસીયાઓ જ્યારે જ્યારે ચૂંટણી આવે સરદાર સાહેબનું નામ વટાવા આવે છે.
એક કોંગ્રેસના નેતાના ફોટો લાવો જેને સરદાર સાહેનને પુષ્પ અર્પિત કર્યા હોય. વંશવાદથી ચાલેલી પાર્ટી લોકોથી ચાલતી સરકારને સમજી ન શકે. ભાજપમાં વ્યક્તિનું મેરીટ જોવાઇ અને કોંગ્રેસમાં મા બાપ જોવાય. કોંગ્રેસ લોકતંત્રને પરિવાર તંત્રમાં બદલવાનું કામ કર્યું છે. ગુજરાતમાં 1995થી 2022 સુધી ભાજપનું શાસન છે.
યોગી આદિત્યનાથે કચ્છમાં સભા ગજવી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર
યૂપીના સીએમ અને બીજેપીના ફાયરબ્રાન્ડ નેતા કચ્છમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા છે. ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાપરમાં સભા સંબોધી છે. પ્રાગપર સભામાં તેમણે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરેન્દ્ર સિંહ જાડેજાના સમર્થનમાં સભા સંબોધી હતી. મોટી સંખ્યામાં રાપરના લોકો યોગી આદિત્યનાથને સાંભળવા માટે પહોંચ્યા હતા.
તેમણે ગુજરાતીમાં સંબોધનની શરૂઆત કરી હતી. ભાઈઓ બહેનો કેમ છો બધા મજા માં ને....આમ કહીને યોગી આદિત્યાનાથે સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આજે વિકાસના કામો વેગવાન બની રહ્યા છે. કોંગ્રેસના એક નેતા ભારત જોડો યાત્રા કાઢી છે પણ રાષ્ટ્રીય ગાનની જગ્યાએ ફિલ્મી ગીતો વગાડી રહ્યા છે. હર હર તિરંગા નરેન્દ્ર મોદીએ કર્યું છે. બધી સીમા સુરક્ષિત થઈ છે. 20 વર્ષ પેલા દંગા થતાં હતાં. ગુજરાતમાં ગુંડાગર્દી થઈ રહી હતી પણ આજે ગુજરાત વિકાસની ગતિએ વધી રહ્યું છે. ગુંડાગર્દી, દંગા કરવામાં કામ આ બધા કોંગ્રેસના કામ છે.
યોગી આદિત્યનાથ રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. કોંગ્રેસ આ ના કરી શકત કોંગ્રેસ ઉપર ભરોસો ના કરશો. કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો. જ્યારે રામ મંદિર માટે ભાજપ આગળ હતું ત્યારે પણ કોંગ્રેસે રામ મંદિરની વિરોધ કર્યો હતો. સંકટના સમયમાં દેશનાં નાગરિક સાથે કેવી સંવેદના થવી જોઈએ એ કોરોનામાં ફ્રી વેક્સિન, ફ્રીમાં રાશન એ ડબલ એન્જિન સરકારે આપ્યો હતો. કચ્છમાં કમળ જ કમળ જોઈએ આજ માટે હું આજે કચ્છ આવ્યો છું. કચ્છ માટે આજે મુંબઈમાં પણ લોકો કચ્છના સાથે ઉભા છે.