નરેન્દ્ર મોદી અને અમિતભાઈના મનમાં અદ્રશ્ય શક્તિ આવી અને મને પસંદ કર્યોંઃ ગોવિંદ ધોળકિયા
ગોવિંદ ધોળકિયાએ કહ્યું, મેં પોલિટિક્સનું ક્યારેય વિચાર પણ કર્યો નથી. રાજ્યસભા હોય કે લોકસભા તમામ સભ્યોને હું નજીકથી ઓળખું છું. મારી પસંદગી એ ભગવાનની કૃપા અને આશીર્વાદ છે.

Govindbhai Dholakia: ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા નામોમાં જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જશવંતસિંહ પરમારનો સમાવેશ થાય છે.
રાજ્યસભાના ઉમેદવાર જાહેર થયા બાદ ગોવિંદ ધોળકિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેણે કહ્યું તેમની પસંદગી બદલ ભાજપનો આભાર માન્યો હતો અને કહ્યું સવારે ૧૦ વાગે અમિત શાહનો ફોન આવ્યો હતો. પણ મેં કહ્યું કે હું રાજકીય વ્યક્તિ નથી, તો અમિત શાહે કહ્યું કે તમે ફોર્મ ભરી દો. તમે અત્યારે જે સેવા કરો છો એજ સેવા કરવાની છે. જેથી તમારે વિચારવાનું રહેતું નથી, સમાજના હિત માટે નિર્ણય લીધો છે જેથી તમારે ફોર્મ ભરવાનું કહ્યું. ભગવાનની કૃપાથી આજે રાજ્ય સભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ છે, મને ખ્યાલ પણ નહોતો કે મારી રાજ્યસભાના સભ્ય માટેની પસંદગી થશે.
આ ઉપરાંત તેમણે કહ્યું, રાજયસભામાં ક્યારેય પક્ષાપક્ષી હોતું નથી,જે રાષ્ટ્રના નિર્ણયો છે તે બાબતે સલાહ આપવાની છે. આ તક નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ આપી છે ત્યારે મને અને ઉદ્યોગો તેમજ સુરતને ફાયદો થવાનો છે, શક્ય તેટલું કામ કરીશું. હું જાતે આશ્ચર્યમાં છું કે મારી પસંદગી શા માટે કરવામાં આવી. મારી કાર્યશૈલી આગળ પણ ચાલું રહેશે.
બાવા બન્યા તો હિન્દી બોલવું જ પડશે
તેમણે ઉમેર્યું, મેં પોલિટિક્સનું ક્યારેય વિચાર પણ કર્યો નથી. રાજ્યસભા હોય કે લોકસભા તમામ સભ્યોને હું નજીકથી ઓળખું છું. મારી પસંદગી એ ભગવાનની કૃપા અને આશીર્વાદ છે. મારા માટે તમામ કામો માટે પ્રાયોરિટી રહેશે. રાજ્યસભાના સભ્ય તરીકે મને લાયક ગણવામાં આવ્યો, જે સ્થિતિ હોય તેને સ્વીકાર કરવાનો મારો સ્વભાવ રહ્યો છે. આ સૃષ્ટિમાં ઈશ્વરની યોજના મુજબ બધું ચાલે છે. નરેન્દ્ર મોદી અને અમિતભાઈના મનમાં અદ્રશ્ય શક્તિ આવી અને મને પસંદ કર્યો. બાવા બન્યા તો હિન્દી બોલવું જ પડશે. પરિવાર મારા નિર્ણયથી સહમત છે.
જે જવાબદારી આવે તે મારે સ્વીકારવી જ પડે
ગોવિંદ ધોળકિયાએ કહ્યું, ગામડામાં 700 લોકોની આબાદી વચ્ચે મારો જન્મ થયો હતો. ધોરણ સાત સુધી પણ મેં અભ્યાસ કર્યો નથી. આજે 15 હજાર કરોડનું એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરી રહ્યો છું. હું તટસ્થ છું અને જીવનભર તટસ્થ રહેવાનો છું. જે જવાબદારી આવે તે મારે સ્વીકારવી જ પડે. રાજકારણમાં આવવાની મારી કોઈ ઈચ્છા નહોતી પરંતુ હાલ જે આપ્યું છે ભગવાનના કૃપાના આશીર્વાદ છે. લોકો માટે અને લોકોને દુઃખ ન થાય તે માટેના કાર્યો કરવા માટેનો મારો સ્વભાવ રહ્યો છે.
રતન ટાટાથી લઈ પીએમ મોદી સાથેની ગોવિંદ ધોળકિયાની આ તસવીરો પહેલા ક્યારેય નહીં જોઈ હોય
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
