Arvind Kejriwal Gujarat Visit: સુરતમાં કેજરીવાલે મહાઆરતીમાં લીધો ભાગ,મનોજ સોરઠીયા પર થયેલા હુમલા અંગે આપ્યું નિવેદન
Arvind Kejriwal Gujarat Visit: દિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ સુરત પહોંચ્યા હતા
Arvind Kejriwal Gujarat Visit: દિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે સાંજે તેઓ સુરત પહોંચ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું તેમાં મહાઆરતીમાં ભાગ લીધો હતો. બાદમાં હાજર જનમેદનીને સંબોધિત કરી હતી.
आप संयोजक श्री @ArvindKejriwal जी, सूरत में भगवान श्री गणेश जी की महाआरती में शामिल हुए और गणपति बाप्पा से देश को नंबर 1 बनाने की प्रार्थना की। #Gujarat pic.twitter.com/miYGd9jaQv
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) September 3, 2022
અરવિંદ કેજરીવાલે પોતાના નિવેદનની શરૂઆત જય ગણેશ દેવાની સ્તુતિ સાથે કરી હતી. તેમણે કહ્યું, સુરતમાં વાયબ્રેશન છે, ખુદ ભગવાન મોજુદ છે. તમામ લોકોએ જોયું છે. મનોજ સોરઠીયા પર કરવામાં આવેલા હુમલા અંગે પણ નિવેદન આપ્યું હતું. આપ ગરીબોની સેવા કરી રહ્યું છે. અમારા કાર્યકર્તાઓ કેમ હુમલા કરવામાં આવે છે, ભગવાન પ્રભુ ખુદ કહે છે, જે લોકો સાચા માર્ગે ચાલે છે તેમને મુશ્કેલી આવે છે. આપણે સચ્ચાઈ માર્ગ પર ચાલવાનું છે. આપણે ગણપતિ સામે શપથ લઈએ, આપણે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને દરેક વ્યક્તિ ખુશ હોય, ગરીબી દૂર થાય, તમામને શિક્ષણ મળે ત્યારે ભારત નંબર 1 બનશે. આપણે સૌ બહાદુર છીએ, પણ સિસ્ટમ ખરાબ છે એને બદલીશું.
કેજરીવાલની સુરેન્દ્રનગરમાં જાહેરાત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે પંચાયતોને લઈને જાહેરાત કરી છે. સરપંચોને દર મહિને 10 હજાર પગાર આપવામાં આવશે, તેવી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. આ સિવાય 10 લાખ રૂપિયા પંચાયતો ને વિકાસ ના કામો કરવામાં આવશે. ગામના વી.સી.ને દર મહિને 20 હજાર પગાર આપવામાં આવશે. ગામના પંચાયત દ્વારા મોહલા ક્લિકનીક ખોલવામાં આવશે, દવાઓ પણ ફ્રી આપવામાં આવશે.
રાજકોટમાં કેજરીવાલનો ડોર ટુ ડોર પ્રચાર
રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં ડોર ટુ પ્રચાર કર્યો હતો. રાજકોટના થોરાળા વિસ્તારમાં મધ્યમ વર્ગ મહિલાઓ સાથે વાતચીત કરી હતી. દિલ્હીની સરકાર જે કામગીરી કરી રહી છે તેને લઈને મહિલાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી. રાજકોટમાં લોકોના ઘરે જઈને અરવિંદ કેજરીવાલ લોકોને મળ્યા હતા. લોકોને મળીને ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા હતા.
રોજગારી અને મફત વીજળીના ગેરંટી કાર્ડ આપવામાં આવ્યા છે. આ વિસ્તારના કોર્પોરેટર વશરામ સાગઠીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરી વાલે મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી અને તેમના પ્રશ્નો પણ જાણ્યા હતા. લોકોએ કહ્યું આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો આ ગેરેન્ટી અમને અચૂક મળશે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલના ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન થોડા વિસ્તારમાં કેજરીવાલનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું.
જ્યારે કોઈ હાર ભાળી ગયું હોય ત્યારે હુમલો કરવામાં આવે
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સેને સંબોધતાં સુરતની ઘટનાને લઈને કેજરી વાલે આક્રમ પ્રહાર કર્યા. કેજરીવાલે કહ્યું આ ગુજરાત અને દેશની સંસ્કૃતિ નથી. જ્યારે કોઈ હાર ભાળી ગયું હોય ત્યારે હુમલો કરવામાં આવે.
સુરતમાં આપના પદાધિકારી મનોજ સોરઠીયા પર જાનલેવા હુમલો કર્યો. કેજરીવાલે કહ્યું કે અમે કોંગ્રેસ નથી અમે હિંમતથી સામનો કરીશું.હવે આ લોકો જનતા પર હુમલોઓ કરાવશે. પણ તમે સંયમ રાખજો. આ લોકો પત્રકારોને ફિટ કરાવી દેશે. રાજકોટમાં પત્રકાર પર પોલીસ ફરિયાદને લઈને કર્યા આકારા પ્રહારો.
આ વખતે ઝાડું નું બટન દબાવજો. હું એક જ મહિનામાં તમામ વચનો પુરા કરીશ. પોલીસ ગ્રેડ પે લઈને સરકારે શરતો રાખી. સુરતમાં 12 માંથી 7 સીટ આમ આદમી પાર્ટીની આવશે . ભુજમાં ભાજપની સભામાં એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટરોએ લોકોને કહ્યું, હવે બદલાવ જરૂરી છે, કેજરીવાલને મત આપજો. બસ ડ્રાઇવરો અને કન્ડક્ટરને મારી આપીલ છે કે તમે આ દરરોજ સવારીમાં લોકોને કહો, હું તમારા તમામ મુદ્દાઓનો ઉકેલ લાવીશ. ભાજપના પેઈજ પ્રમુખો અમારી સાથે જોડાયા. શુ આપ્યું તમને ભાજપે. તમે ભાજપમાં રહો કામ અમારા માટે કરો. ગુજરાતમાં જબબરજસ્ત માહોલ બની ગયો. કાંઈક તો અમારા પર ભગવાનના આશિર્વાદ. મીડિયાવાળાને પણ આ લોકો ધમકાવે.