(Source: ECI/ABP News/ABP Majha)
Surat News: લિફ્ટનો ઉપયોગ કરતી વખતે રહો સાવધાન, સુરતની વિહાર સોસાયટીમાં બની ભંયકર દુર્ઘટના
વધુ એક લિફ્ટ દુર્ઘટનામાં સુરતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. જાણીએ કેવી રીતે બની લિફ્ટ દુર્ઘટના
Surat News:હાઇરાઇઝ બિલ્ડિંગ માટે લિફ્ટ ખૂબ જ સુવિધાજનક છે પરંતુ આ જ લિફ્ટ ક્યારેક જિંદગી પર જોખણ પણ ઉભું કરી દે છે આવી અનેક ઘટનાઓ વાંરવાર સામે આવે છે. સુરતમાં પણ એક આવી જ દુર્ઘટના બની છે જેના કારણે ચાર લોકોને ઇજાગ્રસ્ત થયા છે જ્યારે એકની હાલત ગંભીર છે. શું છે સમગ્ર દુર્ઘટનાની ઘટના જાણીએ
સુરતના વેડરોડની બિલ્ડિંગની લિફ્ટનો લોક તુટતા લિફ્ટમાં મોજૂદ 4 લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સુરતની વિહાર સોસાયટીમાં મોતી પેલેસ બિલ્ડિંગમાં આ દુર્ઘટના બની હતી. દુર્ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ચારમાંથી પૈકી એકની હાલ ગંભીર છે. ચારેયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તો જામનગરમાં પણ લિફ્ટમાં આવી જ એક દુર્ઘટના બની છે. લિફ્ટમાં ફસાઇ જતાં 17 વર્ષિય તરૂણનું મોત થયુ હતું. ઘટના જામનગરના રણજીતનગરની બની હતી. આ ઘટના પટેલ હોલની લિફ્ટમાં બની હતી. લિફ્ટના ઉપયોગ રસોડાના માલસામાન હેરફેર માટે થતો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો ત્યાં પહોચ્યાં હતા અને તરૂણને બેશુધ્ધ અવસ્થામાં બહાર કાઢી હોસ્પિટલ ખસેડયો હતો. પરંતુ દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન હતી બચાવી શકાય. હોસ્પિટલ પહોંચતાં જ તબીબોએ તરૂણનું મૃત જાહેર કર્યો હતો. મૃતક કેટરીંગમાં સર્વિસ બોય તરીકે કામ કરતો હતો. લિફ્ટમાં તેમનું માથુ ફસાઇ જતાં તરૂણનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.
તો બીજી તરફ અમેરિકામાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ ગુજરાતીના મોત,એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કેરોલીના જતા અકસ્માત સર્જાયો હતો. કાર ડિવાઈડર સાથે અથડાતા ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. મૃતક ત્રણેય મહિલા આણંદના બોરસદ તાલુકાની રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. મૃતકોની ઓળખ રેખાબેન પટેલ, સંગીતાબેન પટેલ, મનીષાબેન પટેલ તરીકે થઇ છે. ત્રણેય મહિલાઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.