Bharuch : મઢુલી સર્કલ પાસે લક્ઝરી બસે બાઇકને મારી ટક્કર, બાળકીનું મોત
ભરૂચના મઢુલી સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસે બાઈક ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર ત્રણ લોકોમાંથી માતાને ઈજા પહોંચી છે અને નાની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે.

ભરૂચઃ ભરૂચના મઢુલી સર્કલ નજીક અકસ્માત સર્જાયો હતો. લક્ઝરી બસે બાઈક ચાલકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ઉપર સવાર ત્રણ લોકોમાંથી માતાને ઈજા પહોંચી છે અને નાની બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. ઉશ્કેરાયેલા લોકોએ ટ્રાફિકજામ કર્યો. લોકોના ટોળા એકત્ર થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.
અરવલ્લીઃ માલપુર ના કૃષ્ણાપુર પાસે પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે. એક ઇનોવા ચાલકે પદયાત્રીઓને કચડ્યા છે. આ અકસ્તમાંતમાં કુલ 6 પદયાત્રીઓના મોત થયા છે. જ્યારે 5 પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્ત ને માલપુર સીએચસી ખસેડાયા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલ કાલોલ ના અલાલી ના વતની હતા.
અરવલ્લીમાં પદયાત્રીઓનો અકસ્માતમાં ઘાયલ ૯ લોકોને હિમ્મતનગર સિવિલમાં ખસેડાયા. પોલીસ તપાસમાં ઇનોવા ચાલક મામલે ચોંકાવનારો ખુલાસો. ગઈકાલે પુણેથી સતત ૨૦ કલાકથી કાર ચલાવતો હતો. પુણેથી ઉદેપુર તરફ જતો હતો ઇનોવા કાર ચાલક. કાર ચાલકની બેદરકારીથી સર્જાયો અકસ્માત. ટોલ બુથના પિલ્લર સાથે અથડાઈ ન હોત તો મૃત્યુઆંક વધુ હોત.
મૃત્યુ પામનારના નામ
જાદવ પંકજભાઈ રમણભાઈ - 23 ઉ.વર્ષ - રહે. અલાલી - તા. કાલોલ - પંચમહાલ
પ્રકાશભાઈ મંગળસિંહ રાઠોડ - 23 ઉ.વર્ષ - રહે. અલાલી - તા. કાલોલ - પંચમહાલ
સંજયકુમાર નરેશભાઈ તિલવાડ - 29 ઉ.વર્ષ - રહે વલુડી - તા. લીમ ખેડા - જી દાહોદ
અપશીંગભાઈ સોનિયા બારીયા - 29 ઉ.વર્ષ - રહે ખિરખાઈ , તા. લીમ ખેડા - જી દાહોદ
સુરેશભાઈ મોહનભાઈ બામણીયા - 54 ઉ.વર્ષ - રહે .ક્રિષ્ણાપુર, તા. મેઘરજ , જી. અરવલ્લી
એક અજાણ્યા ઈસમ
ઈજા પામનાર નામ
ખુમાનસિંહ મંગળસિંહ પરમાર - રહે. અલાલી - તા. કાલોલ - પંચમહાલ
રોહિતકુમાર જીતેન્દ્રસિંહ રાઠોડ - રહે. અલાલી - તા. કાલોલ - પંચમહાલ
અતુલ ઉદેસિંહ પરમાર - રહે. અલાલી - તા. કાલોલ - પંચમહાલ
ભુપેન્દ્રસિંહ રતિલાલ ચૌહાણ - રહે. મોઢ ડુંગરી
શૈલેષભાઈ કાળાભાઈ નટ્ટ - રહે.ક્રિષ્ણાપુર , તા. મેઘરજ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
