Bharuch : એક જ દિવસમાં બે દર્દીઓના કોરોનાથી મોત, દર્દીઓએ નહોતી લીધી કોરોનાની રસી
ભરુચ જિલ્લામાં કોરોના સંક્રમણથી એક જ દિવસમાં બેના મોત નીપજ્યા છે. બંને સંક્રમિત દર્દીઓ અંકલેશ્વરનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
ભરૂચઃ ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. જોકે, કોરોનાથી મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે ભરુચ જિલ્લામાં કોરોના સંક્રમણથી એક જ દિવસમાં બેના મોત નીપજ્યા છે. બંને સંક્રમિત દર્દીઓ અંકલેશ્વરનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. કોરોના મૃત્યુમાં પામેલા દર્દીઓની કોવિડ સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા કરાઈ. બંને સંક્રમિત દર્દીઓએ કોરોના રસીના ડોઝ લીધા ન હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12,911 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1,17,884 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 304 લોકો વેન્ટીલેટર પર છે. 1,17,580 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,92,431 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10345 લોકોના મોત થયા છે.
બીજી તરફ આજે 23,197 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 88.56 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 22 મોત થયા. આજે 2,13,822 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આજે કોરોનાના કારણે 22 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં ત્રણ, સુરત કોર્પોરેશનમાં એક, મહેસાણામાં બે, ભાવનગર કોર્પોરેશનમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, ભરૂચમાં બે, વલસાડમાં એક, નવસારીમાં એક, ભાવનગરમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.
Gujarat Corona Guideline : આજે નવી ગાઇડલાઇન થશે જાહેર, લગ્નપ્રસંગોમાં લોકોની સંખ્યા બાબતે લેવાઇ શકે છે નિર્ણય
ગાંધીનગરઃ કોરોના સંક્રમણ નિયંત્રણની નવી ગાઈડ લાઈન આજે જાહેર થશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને 4.30 કલાકે કોર કમિટીની બેઠક મળશે. કમિટીની બેઠકમાં નવી એસઓપી બાબતે નિર્ણય લેવાશે. ૮ મહાનગરપાલિકા વિસ્તારમાં કર્ફ્યુનો યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે વધારાના 17 શહેરમાં ચાલી રહેલા રાત્રી કર્ફ્યુ બાબતે લેવાશે કોર ગ્રુપમાં નિર્ણય લેવામાં આવશે.
લગ્ન પ્રસંગની નક્કી કરેલી સંખ્યામાં વધારો કરવો કે નહીં તે બાબતે પણ નિર્ણય થઇ શકે છે. આવતીકાલે સવારે 6 વાગે કર્ફ્યુની મુદત પૂર્ણ થઈ રહી છે.
રાજ્યના ૮ મહાનગરો અને બે શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં અત્યારે રાત્રિ કરફયુનો અમલમાં છે. હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે.
આજે ૧૭ નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ રાત્રિ કર્ફયુનો અમલ ચાલું રાખવો કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.