શોધખોળ કરો

લોકસભામાં સુરતની પાંચ સીટ પર આ લોકોને ભાજપ આપી શકે છે ટીકીટ, જાણો કોના નામ છે ચર્ચામાં

શુક્રવાર (1 માર્ચ)ના રોજ 100 થી 150 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.

BJP Candidates List 2024: લોકસભા ચૂંટણી 2024ની તારીખો માર્ચ મહિનામાં જાહેર થઈ શકે છે. દરમિયાન, ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદીને આખરી ઓપ આપવા માટેની બેઠક શુક્રવાર (1 માર્ચ) ની વહેલી સવારે સમાપ્ત થઈ.

આ બેઠક બાદ માનવામાં આવી રહ્યું છે કે આજે મોડે મોડે જ ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. ભાજપની સંભવિત પ્રથમ યાદીમાં ઘણા મોટા નામોની જાહેરાત થઈ શકે છે. આ ઉમેદવારોની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સુધીના નામો પણ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

ભાજપની આ બેઠકમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ચૂંટણી સમિતિની આ બેઠકમાં ચૂંટણી પંચે લોકસભાની 543 બેઠકોની તારીખો જાહેર કરે તે પહેલા જ તેના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઘણી બેઠકો પર નિર્ણયો પણ લેવાયા છે.

શુક્રવાર (1 માર્ચ)ના રોજ 100 થી 150 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે.

સુરતની પાંચ સીટ પર આ નામની ચર્ચા

તો બીજી બાજુ ગુજરાતમાં સુરતમાં ભાજપ કોને ટીકીટ આપશે તેના નામોની ચર્ચા થઈ રહી છે. સુરતની કુલ પાંચ સીટ છે જેમાંથી એક માત્ર દર્શના જરદશોને જ ભાજપ રીપીટ કરે તેવી શક્યતા છે. બાકી બીજી ચાર સીટ પર નવા ચહેરાને તક આપી શકે છે. આ ચાર સીટ પર જેના નામની ચર્ચ છે તેમાં હેમાલી મોધાવાળા, નીતિન ભજીયાવાલા, ડો. જગદીશ પટેલ અને મુકેશ દલાલના નામની ચર્ચા છે.

ગુજરાતની 26 બેઠકો પર સેન્સ પ્રક્રિયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સંગઠન મહામંત્રી રત્નાકરે દિલ્લી જઈ દાવેદારોનું પોટલું ખોલ્યું છે.

ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સી.આર.પાટીલનું ફરીથી ચૂંટણી લડવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. તો 18 સાંસદને ઘરે બેસવાનો વારો આવી શકે છે.. વિધાનસભા 2022 અને રાજ્યસભા ચૂંટણીની જેમ લોકસભા 2024માં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડી સંગઠનમાં સ્થાનિક સ્તરે જેના નામની ચર્ચા જ ન હોય તેવા યુવા ચહેરાઓને ઉમેદવાર તરીકે જાહેર કરીને સૌને ચોંકાવી શકે છે. તો 26 પૈકી 8 બેઠક પર ઉમેદવાર રિપીટ કરી શકે છે. જ્યારે 18 બેઠક પર નવા ચહેરાને સ્થાન મળી શકે છે. ગાંધીનગર સિવાયની મધ્ય ગુજરાતની ચાર લોકસભા બેઠક અને અમદાવાદની બે લોકસભા બેઠક પર પણ ભાજપ નવા ચહેરાને મેદાને ઉતારી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?

IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય

રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો

Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો

for smartphones
and tablets

વિડિઓઝ

Heatwaves: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, રોજ 75થી વધુ લોકો ગરમીથી બીમારWeather Forecast: દેશમાં કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડક આપતા સમાચાર ભારતીય હવામાન વિભાગે આપ્યાCyclone Alert: ગુજરાતમાં વધુ એક વાવાઝોડાનું સંકટ, અંબાલાલ પટેલની ધબકારા વધારતી આગાહીHun To Bolish: મોટા હોર્ડિંગનું મોટું રેકેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
Monsoon Update: ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસાનો ધોધમાર વરસાદ, જાણો અત્યારે ક્યાં પહોંચ્યુ ચોમાસું ?
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
IPL 2024 playoffs: જો પ્લેઓફ મેચ વરસાદના કારણે રદ્દ થાય તો, કેવી રીતે થશે ફાઇનલ ટીમનો નિર્ણય
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
રાજકોટના ડોક્ટર પર અઢી કરોડના કૌભાંડનો આરોપ, આયુષ્યમાન યોજના હેઠળ બાળકોને ખોટી રીતે દાખલ કરતો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો
Para Athletics Championships: ભારતની દિપ્તી જીવનજીએ વર્લ્ડ રેકોર્ડ બનાવી જીત્યો ગોલ્ડ, પેરા એથ્લેટિક્સમાં લહેરાવ્યો તિરંગો
ફોનનું સ્ટોરેજ ભરાઈ જાય તો App કે Photos ડિલીટ કરવાની જરૂર નથી, બસ આટલું કરો

MPના નર્સિંગ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી, CBIની ટીમે CBIના જ અધિકારીઓની કરી ધરપકડ

Election Fact Check: સિંગાપોરની તસવીરને ભાજપે ભારતની મેટ્રોની તસવીર ગણાવી, પીએમ મોદીના ફોટો સાથે પોસ્ટ શેર કરી

Lok Sabha Election Phase Voting Live: બંગાળમાં સવારે 11 વાગ્યા સુધી સૌથી વધુ 32.70% મતદાન, જાણો ક્યાં અને કેટલું મતદાન?

Embed widget