શોધખોળ કરો
Advertisement
ભાજપના કયા ધારાસભ્યે કોરોનાને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા?
અઠવાડિયા પહેલા કોરોના પોઝિટિવ આવેલા ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોરોનાને મ્હાત આપી છે. તેમણે કોરોનાને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ મોટી સંખ્યામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે અઠવાડિયા પહેલા કોરોના પોઝિટિવ આવેલા ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ કોરોનાને મ્હાત આપી છે. તેમણે કોરોનાને મ્હાત આપતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જાતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ભગવાનના આશીર્વાદ અને બધાના પ્રેમ સાથે આજે મને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં ભાજપના ચાર સાંસદો અને કેટલાય ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
With the Grace of God and love of everyone, I got discharged from hospital today. Thanks Stay safe🙏
— Harsh Sanghavi (@sanghaviharsh) September 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement