(Source: ECI/ABP News/ABP Majha)
Surat: 33 કિલો ગાંજા સાથે સુરત ટ્રેનમાં આવેલા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો, 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
ઓડિશાથી સુરત આવતી ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે 3 લાખ 32 હજારની કિંમતનો 33 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. 19 વર્ષીય યુવકની ધરપકડ કરાઈ છે.
સુરત: ઓડિશાથી સુરત આવતી ટ્રેનમાંથી ગાંજો ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે 3 લાખ 32 હજારની કિંમતનો 33 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. 19 વર્ષીય યુવકની ધરપકડ કરાઈ છે. જ્યારે ત્રણ આરોપીની શોધખોળ ચાલુ છે. પુરી-ઓખા ટ્રેનમાંથી પણ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. વડોદરા રેલવે પોલીસે લીલા રંગની બેગમાં સંતાડેલો 5 કિલો ગાંજો કબજે કર્યો. જોકે, પોલીસને જોતા જ પરપ્રાંતિય શખ્સ ફરાર થઈ ગયો છે.
ઓરિસ્સાથી સુરત આવતી ટ્રેનમાં ગાંજો લઈ આવેલા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે રેલવે સ્ટેશન બહારથી ઝડપી પાડી 3.32 લાખના 33 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર, બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન સામે તિરૂપતી ઈન્ટરનેશનલ હોટલ સામેથી રંજન ઉર્ફે પપ્પુ ત્રીનાથ ગૌડાને 3.32 લાખના 33 કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. આ પહેલા સુરત શહેરમાં રહી ચૂકેલા રંજન ઉર્ફે પપ્પુની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે ત્રણ મિત્રો દિપક મનોજ સ્વાંઈ, આકાશ સુદર્શન પ્રધાન, કાનુ ઉર્ફે કનૈયા સન્યાસી પ્રધાન સાથે ગાંજો લઈ બાલદા સુરત ટ્રેનમાં સુરત આવ્યો હતો.
સુરતમાં વકર્યો રોગચાળો, વધુ એક વ્યક્તિના મોતથી હાહાકાર
સુરતમાં વધુ એક વ્યક્તિનું રોગચાળાથી મોત થયું છે. પાંડેસરામાં રહેતો 27 વર્ષીય સાગર નામના યુવકનું મોત થતા પરિવાર શોકમગ્ન થઈ ગયો છે. યુવક બે દિવસ તાવની બીમારીથી પીડાતો હતો, તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. યુવકને કોઈ પણ પ્રજારની ગંભીર બીમારી ન હતી. સુરત શહેરમાં અત્યાર સુધીમાં પાણીજન્ય રોગચાળાથી અત્યાર સુધીમાં 34 લોકોના મોત નિપજ્યા છે. વધી રહેલા રોગચાળાને લઈ સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઈ અનેક સવાલો ઊભા થયા છે.
સુરત શહેરમાં જુદાજુદા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી ડેન્ગ્યુ, ઝાડા-ઉલ્ટી, તાવ, મલેરીયા, કોલેરા સહિતની બિમારીમાં દર્દીઓ ઝપેટમાં આવી રહ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધી રોગચાળામાં કુલ 30થી વ્યકિતઓ મોતને ભેટ્યા છે. તાજેતરમાં સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં પાણી-મચ્છરજન્ય બિમારી વાવર યથાવત છે. ગોડાદરામાં તાવ અને અને ફેંફસામાં તકલીફ થયા બાદ યુવાન જ્યારે અમરોલીમાં તાવ આળ્યા બાદ આધેડનું મોત નિપજ્યું હતું.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial