શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
નવસારીઃ લવ મેરેજના એક જ વર્ષમાં યુવતીએ કર્યો આપઘાત, માતાને ફોન પર શું કહ્યું? જાણો વિગત
લગ્નના એક જ વર્ષમાં ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખની દીકરીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર.
![નવસારીઃ લવ મેરેજના એક જ વર્ષમાં યુવતીએ કર્યો આપઘાત, માતાને ફોન પર શું કહ્યું? જાણો વિગત Chikhli Taluka Panchayat president's daughter suicide after love marriage નવસારીઃ લવ મેરેજના એક જ વર્ષમાં યુવતીએ કર્યો આપઘાત, માતાને ફોન પર શું કહ્યું? જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/19150900/navsari-suicide.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવસારીઃ ચીખલી તાલુકા પંચાયતના પ્રમુખની દીકરીએ સાસરીમાં આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. તાલુકા પંચાયતના પ્રમુખની દીકરી નિધિ પટેલે હજુ એક વર્ષ પહેલા જ લવ મેરેજ કર્યા હતા. ત્યારે પ્રેમલગ્નના એક જ વર્ષમાં યુવતીના આપઘાતથી યુવતીના પરિવારમાં માતમ છવાયો છે.
મળતી વિગતો પ્રમાણે નિધિ પટેલે એક વર્ષ પહેલા ધનસુખ કાપડિયા નામના યુવક સાથે લવ મેરેજ કર્યા હતા. પરંતુ સાસરીમાં ત્રાસ આપતા હોવાથી તે કંટાળી ગઈ હતી. આ અંગે નિધિએ પોતાની માતાને ફોન કરીને જાણ પણ કરી હતી. આ પછી યુવતીએ ઘરે ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો.
આમ, એક વર્ષના પ્રેમલગ્નનો કરુણ અંત આવ્યો છે. આ અંગે પિયર પક્ષને જાણ થતાં તેમણે સાસરિયા સામે ગુનો નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જોકે, પોલીસ તપાસ પછી જ વધુ વિગત સામે આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
એસ્ટ્રો
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)