શોધખોળ કરો
સુરત: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડાયમંડ બુર્સ પ્રોજેક્ટનું કર્યું લોકાર્પણ

સુરત: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહીત અન્ય મંત્રીઓએ રવિવારે સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરતના સચિન મગદલ્લા રોડ પર ડાયમંડ બુર્સ પ્રોજેક્ટનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તો સિક્યુરીટીના કારણને લઇ મુંબઈ હીરાબજાર પણ સુરતના ડાયમંડ બુર્સ ખાતે સિફ્ટ થાય તેવી શક્યતા વિજય રૂપાણીએ જાહેર કરી હતી. ડાયમંડ બુર્સના લોકાર્પણ બાદ મુખ્યમંત્રીએ વેસુમાં બનાવવામાં આવેલા E.W.S. આવાસ અને L.I.G. આવાસનું પણ લોકાર્પણ કર્યુ હતું.
વધુ વાંચો





















