(Source: ECI/ABP News/ABP Majha)
Surat: 10 હજાર કરોડનો હીરા વેપાર ઠપ્પ, વેપારીઓને ઈઝરાયેલનું યુદ્ધ નડ્યું
ઇઝરાયેલની અંદર જે યુદ્ધ શરૂ થયું હવે આ યુદ્ધની અસર પણ સુરતના હીરા બજાર ઉપર જોવા મળશે. થોડા મહિના પહેલાં યુક્રેનમાં થયેલા યુદ્ધની અસરમાંથી બહાર નીકળતા વેપારીઓને સમય લાગ્યો હતો.
સુરત: સુરતનો હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે ઇઝરાયેલ હમાસ યુદ્ધને લઈ હીરા બજારની સ્થિતિ અત્યંત ખરાબ થઇ છે. ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ શરૂ થયું છે તે યુદ્ધની અસર પણ હવે સુરત હીરા બજાર માર્કેટ ઉપર જોવા મળશે કારણ કે 10 હજાર કરોડનો વેપાર ઇઝરાયેલની અંદર કરવામાં આવતો હતો. જે હાલ તો ઠપ્પ થતા દિવાળી સમયે માર્કેટ ઉપર મોટી અસર જોવા મળશે. સુરતના હીરા બજારમાં દિવાળીના સમય પહેલા અત્યંત ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે.
સુરત હીરા બજારની સ્થિતિ અત્યંત ગંભીર હાલતમાં
સુરત શહેરની અંદર સૌથી મોટા બે ઉદ્યોગ આવેલા છે. બંને ઉદ્યોગોમાં લાખો કામદારો સીધા સંકળાયેલા છે. જ્યારે પણ આ બંને માર્કેટ ઉપર કોઈ અસર પડતી હોય છે તો તેની અસર લાખો કારીગરો પર પણ અને તેમના પરિવાર ઉપર પડતી હોય છે. જો હીરા બજારની વાત કરવામાં આવે તો સુરત હીરા બજારની સ્થિતિ અત્યંત ગંભીર હાલતમાં પસાર થઈ રહ્યો છે. ઇઝરાયેલની અંદર જે યુદ્ધ શરૂ થયું હવે આ યુદ્ધની અસર પણ સુરતના હીરા બજાર ઉપર જોવા મળશે. થોડા મહિના પહેલાં યુક્રેનમાં થયેલા યુદ્ધની અસરમાંથી બહાર નીકળતા વેપારીઓને સમય લાગ્યો હતો. ત્યારે ફરી ઇઝરાયેલની અંદર યુદ્ધ શરૂ થતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે.
10,000 કરોડનો વેપાર ઠપ
સુરતના હીરાના વેપારીઓ દ્વારા રશિયન કંપનીને રફીના બે મહિના ન મોકલવા માટે અપીલ કરી હતી. બીજી બાજુ પોલીસ હીરાના ભાવ અત્યંત નીચે આવી જતા હીરા માર્કેટની સ્થિતિ ખરાબ ચાલી રહી છે. લોકો પાસે મોટા પ્રમાણમાં હીરાનો સ્ટોક પડી રહેલ છે જ્યારે ઇઝરાયેલમાં દર વર્ષે ભારત અંદાજિત 10,000 કરોડનો હીરાનો વેપાર કરતું આવ્યું છે. ત્યારે અત્યારે જે ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો આ 10,000 કરોડનો વેપાર ઠપ થતા મોટી કંપનીના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. કારણ કે દિવાળીએ એક તો હીરા બજાર મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને આ સ્થિતિ ઊભી થતા વધુ હાલત કફોડી બને તેવું હીરાના વેપારીઓનું માનવું છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial