શોધખોળ કરો

બિહારમાં તો ભાજપનો CM આવી ગયો, પણ દેશના આ 10 રાજ્યો એવા છે જ્યાં કમળ હજુ સુધી ખીલી શક્યું નથી

સમ્રાટ ચૌધરી બિહારના પહેલા ભાજપી મુખ્યમંત્રી બનશે; જાણો દક્ષિણ ભારતથી લઈને પૂર્વોત્તર સુધીના એવા રાજ્યોનું લિસ્ટ જ્યાં ભારતીય જનતા પાર્ટી ક્યારેય પોતાનો મુખ્યમંત્રી બનાવી શકી નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નીતિશ કુમારના રાજીનામા બાદ સમ્રાટ ચૌધરી બિહારના CM બન્યા.
  • બિહારમાં પહેલીવાર ભાજપનો મુખ્યમંત્રી, જૂના સાથીનો દબદબો સમાપ્ત.
  • દક્ષિણ ભારતમાં ભાજપ માટે મુખ્યમંત્રી પદ હજુ પણ મોટો પડકાર.
  • પશ્ચિમ બંગાળ, પંજાબ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપ મુખ્યમંત્રી બનાવી શક્યો નથી.

Samrat Choudhary Bihar CM: બિહારના રાજકારણમાં 14 એપ્રિલ 2026 નો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. નીતિશ કુમારના રાજીનામા બાદ, ભાજપના સમ્રાટ ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. આનો સીધો અર્થ એ છે કે, બિહારના ઈતિહાસમાં પહેલીવાર ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રીની ખુરશી પર બેસવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ભાજપ ત્યાં સત્તામાં તો હતો, પણ હંમેશા 'જુનિયર પાર્ટનર' તરીકે જ રહ્યો છે. બિહારમાં ભાજપનો વનવાસ પૂરો થઈ ગયો છે, પરંતુ આજે પણ દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં ભાજપને ક્યારેય પોતાનો મુખ્યમંત્રી બનાવવાનો મોકો મળ્યો નથી. ચાલો જાણીએ એ રાજ્યો વિશે.

દક્ષિણ ભારત: ભાજપ માટે હજુ પણ મોટો પડકાર

દક્ષિણ ભારતના રાજકારણમાં ભાજપ માટે પગપેસારો કરવો હંમેશાથી અઘરો રહ્યો છે (કર્ણાટક સિવાય).

કેરળ: અહીં લાંબા સમયથી ડાબેરીઓ (LDF) અને કોંગ્રેસ (UDF) નું જ વર્ચસ્વ છે, જેથી ભાજપ સત્તાથી ઘણો દૂર છે.

તમિલનાડુ: આ રાજ્યમાં DMK અને AIADMK જેવા સ્થાનિક દ્રવિડ પક્ષોનો જ દબદબો રહ્યો છે.

તેલંગાણા અને આંધ્ર પ્રદેશ: 2011 માં તેલંગાણા બન્યું ત્યારથી ત્યાં BRS અને કોંગ્રેસ જ સત્તામાં રહ્યા છે. આંધ્ર પ્રદેશમાં પણ ભાજપ ગઠબંધનમાં તો રહ્યો છે, પરંતુ ક્યારેય પોતાની સરકાર કે મુખ્યમંત્રી બનાવી શક્યો નથી.

પશ્ચિમ બંગાળ અને પંજાબની સ્થિતિ

પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીના ગઢ પશ્ચિમ બંગાળમાં ભાજપે મુખ્ય વિપક્ષ તરીકે જબરદસ્ત પ્રગતિ તો કરી છે અને ચૂંટણીઓમાં સારો દેખાવ પણ કર્યો છે, પરંતુ TMC ની સરકારને પાડીને પોતાનો મુખ્યમંત્રી બનાવવાનું સપનું હજુ પૂરું થઈ શક્યું નથી.

પંજાબ: અહીં ભાજપનો ઇતિહાસ એવો રહ્યો છે કે તે વર્ષોથી શિરોમણી અકાલી દળ (SAD) સાથે ગઠબંધનમાં 'નાના ભાઈ' તરીકે જ રહ્યો છે. સત્તામાં ભાગીદારી કરી છે, પણ મુખ્યમંત્રીની ખુરશી હંમેશા અકાલી દળ પાસે જ રહી છે.

પૂર્વોત્તર રાજ્યો અને જમ્મુ-કાશ્મીરનું સમીકરણ

પૂર્વોત્તર રાજ્યો: મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં ભાજપ સરકારનો ભાગ (ગઠબંધનમાં) ચોક્કસથી રહ્યો છે, પરંતુ નેતૃત્વ એટલે કે મુખ્યમંત્રી પદ હંમેશા ત્યાંના સ્થાનિક પક્ષો (જેમ કે NPP કે NDPP) ના નેતાઓ પાસે જ રહ્યું છે. સિક્કિમમાં પણ સ્થાનિક પાર્ટીઓનું જ રાજ ચાલે છે.

જમ્મુ-કાશ્મીર: જ્યારે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય હતું, ત્યારે ભાજપે PDP (મહેબૂબા મુફ્તી) સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી હતી. પરંતુ એ વખતે પણ નિયમ મુજબ મુખ્યમંત્રી પદ ગઠબંધન સાથી પાસે જ રહ્યું હતું.

Frequently Asked Questions

બિહારમાં મુખ્યમંત્રી કોણ બન્યું છે?

નીતિશ કુમારના રાજીનામા બાદ ભાજપના સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બન્યા છે.

શું ભાજપ પ્રથમ વખત બિહારમાં મુખ્યમંત્રી બનાવશે?

હા, બિહારના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રી બનશે.

ભાજપ માટે દક્ષિણ ભારતમાં પગપેસારો કરવો શા માટે મુશ્કેલ રહ્યો છે?

દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં સ્થાનિક પક્ષોનું વર્ચસ્વ રહ્યું છે, જેના કારણે ભાજપને ત્યાં મુખ્યમંત્રી બનાવવાનો મોકો મળ્યો નથી.

પશ્ચિમ બંગાળ અને પંજાબમાં ભાજપની સ્થિતિ શું છે?

પશ્ચિમ બંગાળમાં ભાજપ મુખ્ય વિપક્ષ તરીકે પ્રગતિ કરી છે, પરંતુ હજુ સુધી સરકાર બનાવી શક્યો નથી. પંજાબમાં તે હંમેશા શિરોમણી અકાલી દળ સાથે ગઠબંધનમાં રહ્યું છે અને મુખ્યમંત્રી પદ અકાલી દળ પાસે રહ્યું છે.

પૂર્વોત્તર રાજ્યો અને જમ્મુ-કાશ્મીરમાં ભાજપની મુખ્યમંત્રી પદ પરની સ્થિતિ શું રહી છે?

પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપ સરકારનો ભાગ રહ્યો છે, પણ મુખ્યમંત્રી પદ સ્થાનિક પક્ષો પાસે રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં પણ ગઠબંધન સરકારમાં મુખ્યમંત્રી પદ સાથી પક્ષ પાસે રહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget