શોધખોળ કરો

Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'

Surat News:  તો આ ડિમોલિશન કોણે કર્યું તે મુદ્દે પણ મનપાના એસ્ટેટ વિભાગના જવાબદારો કે મહાપાલિકા કમિશનર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલિશન પર મનપાએ હાથ ખંખેર્યા.
  • ખાનગી ડિમોલિશન બિલ્ડર લાભાર્થે, પોલીસ પ્રોટેક્શન પ્રશ્નાર્થ બન્યું.
  • સુપ્રીમ કોર્ટની નોટિસ વિના કાર્યવાહી; ધારાસભ્યએ તપાસ જણાવી.
  • મનપા ૩ દિવસ સુધી મૌન, કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી.

Surat News: સુરતના કતારગામ ઝોન અંતર્ગત આવતા વેડ દરવાજા સ્થિત નાસિરનગરમાં 2 જૂનના થયેલા હાઈપ્રોફાઈલ ડિમોલિશનને લઈને હવે અનેક વિવાદ ઉભા થયા છે. નાસિરનગરમાં ડિમોલિશન મુદ્દે મનપાએ તો હાથ ખંખેરી નાંખ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં આ ડિમોલિશનને લઈ જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે.  નાસિરનગરના બેઘર બની ગયેલા લોકો જ્યારે મહાપાલિકા કચેરી ખાતે પહોંચ્યા ત્યારે મનપાએ ડિમોલિશન કરવાથી નનૈયો ભણી દીધો. તો આ ડિમોલિશન કોણે કર્યું તે મુદ્દે પણ મનપાના એસ્ટેટ વિભાગના જવાબદારો કે મહાપાલિકા કમિશનર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

 કોઈ બિલ્ડરને લાભ કરાવવા આ ખાનગી ડિમોલિશન કરાયું હોવાની ચર્ચા 

હાલ તો સોશિયલ મીડિયામાં ચર્ચાઓ એવી વહેતી થઈ છે કે કોઈ બિલ્ડરને લાભ કરાવવા આ ખાનગી ડિમોલિશન કરાયું છે. જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ હતો ત્યારે સવાલ તો એ થાય કે આ નકલી પ્રશાસનને કોની રહેમનજર હેઠળ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું. આ આખી ઘટના પાછળ કરોડો રૂપિયાના જમીન કૌભાંડ અને બિલ્ડર લોબીની આર્થિક સાંઠગાંઠ હોવાની વિગતો પણ સપાટી પર આવી રહી છે. જે જગ્યાએ આ વિવાદાસ્પદ ડિમોલિશન કરવામાં આવ્યું છે ત્યાં બાજુમાં જ એક મોટા માથા ગણાતા બિલ્ડરનો આલીશાન નિર્માણાધીન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. બિલ્ડરના પ્રોજેક્ટને મોટો રોડ ફ્રન્ટેજ આપવા અને જમીનની કિંમત રાતોરાત વધારવા માટે આખી ગોઠવણ થઈ હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે જોર પકડી રહી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ડિમોલિશન પહેલા 15 દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં સરેઆમ ઉલ્લંઘન થયું છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ દાવો કર્યો કે આ સ્લમ વસાહત 60 વર્ષ જૂની છે, જેના વેરા બિલ પર સ્પષ્ટપણે 'કતારગામ ઝોન' અને જમીન માલિક તરીકે 'સુરત મહાનગરપાલિકા' લખેલું છે. આ વસાહતમાં આજે ચોથી પેઢી વસવાટ કરી રહી છે, તેને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા વિના ઘરવિહોણી કરી દેવાઈ છે.આ વિસ્તાર કતારગામ ઝોનમાં આવે છે છતાં તોડફોડ માટે સેન્ટ્રલ ઝોનની ટીમ કેમ કાર્યરત હતી? 

આ પણ વાંચોઃ અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા

સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ડિમોલિશન સેન્ટ્રલ ઝોન તરફથી કરાયું નથી. ડિમોલિશન કોણ કરી ગયું તેની તપાસ ચાલી રહી છે. સેન્ટ્રલ ઝોન તરફથી માત્ર લાઈન દોરીની કામગીરી કરાઈ હતી. સુરત મનપાનો સેન્ટ્રલ ઝોન માત્ર લાઈન દોરવા ગઈ હતી. ડિમોલિશન કોણ કરી ગયું તે તપાસના અંતે જાણ થશે. 

ડિમોલિશનને લઈ વિવાદ પર મનપા પ્રશાસને મૌન જાળવ્યું હતું. ડિમોલિશનના 3 દિવસ બાદ પણ મનપા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વગર નોટિસે ડિમોલિશન થયાનો સ્થાનિકોનો આરોપ છે. કોઈ જમીન માફિયાને લાભ અપાવવા ડિમોલિશન થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આટલા વિવાદની વચ્ચે પણ સુરત મનપા કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નહીં.

Frequently Asked Questions

સુરતના નાસિરનગરમાં શું ઘટના બની હતી?

૨ જૂને સુરતના કતારગામ ઝોનમાં આવેલા નાસિરનગરમાં હાઈપ્રોફાઈલ ડિમોલિશન થયું હતું. આ ડિમોલિશનમાં સ્થાનિકોને નોટિસ વગર ઘરવિહોણા કરી દેવાયા છે.

નાસિરનગરમાં થયેલા ડિમોલિશન માટે કોણ જવાબદાર છે?

મહાપાલિકાએ આ ડિમોલિશનથી હાથ ખંખેરી લીધા છે અને કહ્યું છે કે તેમને આ અંગે કોઈ જાણ નથી. સોશિયલ મીડિયા પર બિલ્ડરને લાભ કરાવવા ખાનગી ડિમોલિશન કરાયાની ચર્ચા છે.

શું નાસિરનગરના ડિમોલિશનમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન થયું હતું?

ના, સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ ડિમોલિશન પહેલા ૧૫ દિવસની નોટિસ આપવી ફરજિયાત છે, જેનું અહીં ઉલ્લંઘન થયું છે. સ્થાનિકોને નોટિસ વગર ઘરવિહોણા કરાયાનો આરોપ છે.

સુરત મહાનગરપાલિકાએ આ ડિમોલિશન અંગે શું સ્પષ્ટતા કરી છે?

મહાપાલિકાએ ડિમોલિશનથી હાથ ખંખેરી લીધા છે અને મૌન જાળવ્યું છે. કમિશનર કે એસ્ટેટ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget