Coronavirus: સુરતમાં કોરોના વિસ્ફોટ, આજે 300થી વધુ નવા કેસ નોંધાયા
કોરોના પર કાબૂ મેળવવા માટે મહાનગરપાલિકાએ બગીચા, સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, પ્રાણી સંગ્રહાલય, એક્વેરિયમ, ગોપીતળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ બંધ કરવાનો નિર્ણય લીધો. તો એક સપ્તાહ સુધી ટ્યૂશન ક્લાસ બંધ રાખવા પણ સૂચના આપી છે.
ગાંધીનગર: રાજ્યમાં ફરી ચિંતાજનક રીતે કોરોના સંક્રમણ વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં 1122 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં ધરખમ વધારો થયો છે. સુરતમાં આજે 315 નવા કેસ નોંધાયા હતા અને એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું હતું. જ્યારે સુરત શહેરમાં 205 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
કોરોનાના કેસ વધતા પ્રશાસન સતર્ક બની ગયું છે. સુરતમાં કર્ફ્યૂમાં તો વધારો કરવામાં આવ્યો જ છે. સાથે બગીચા અને પ્રાણી સંગ્રહાલય પણ અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. તો બહારથી આવતા લોકોને અઠવાડિયા સુધી ક્વોરંટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.
કોરોના પર કાબૂ મેળવવા માટે મહાનગરપાલિકાએ બગીચા, સ્વિમીંગ પુલ, લાઈબ્રેરી, પ્રાણી સંગ્રહાલય, એક્વેરિયમ, ગોપીતળાવ, સાયન્સ સેન્ટર સહિત કોમ્યુનિટી હોલ બંધ કરવાનો નિર્ણય લીધો. તો એક સપ્તાહ સુધી ટ્યૂશન ક્લાસ બંધ રાખવા પણ સૂચના આપી છે.
આ સાથે ટેક્સટાઇલ માર્કેટ સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર્કેટ ખુલી રહેશે. આ નિર્ણયના અમલ માટે ગત રોજ રાતથી જ ટીમો ઉતારી દેવામાં આવી છે. મહાનગરપાલિકાએ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ ખાતે ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ખાસ કરીને વાહન માર્ગે બહારગામથી આવતા લોકોનું ટેસ્ટિંગ તેજ કરવામાં આવ્યું છે..તો અઠવાડિયા સુધી હોમ ક્વોરંટાઈન માટે પણ અપીલ કરવામાં આવી રહી છે.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે શાક માર્કેટ પણ બંધ કરાવી દીધું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડમાં તમામ દુકાનો સહિત શાક માર્કેટ બંધ કરાતા ગૃહિણીઓની મુશ્કેલી વધી છે.
આ તરફ રાંદેર, અઠવા, અડાજણ, પાલ અને ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં બસો બંધ કરાઈ છે..જેથી રોજના 75 હજાર મુસાફરો અટવાશે..બીજી તરફ કર્ફ્યૂનો સમય રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાતાં એસટી બસોના શિડ્યુલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈ મુસાફરોની મુશ્કેલી વધી છે .આમ નેતાઓના પાપે હવે જનતાને પરેશાન થવાનો વારો આવ્યો છે.