(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Coronavirus: Surat માં ક્યા મુસ્લિમ નેતાએ ઘેર-ઘેર ફરીને કોરોનાની વેક્સિન લેવા લોકોને સમજાવાનું મહાઅભિયાન છેડ્યું ?
કદીર પીરઝાદાએ મુસ્લિમો માટે પવિત્ર મનાતો રમઝાન મહિનો આવી રહ્યો છે ત્યારે વહેલામાં વહેલી તકે વેક્સીન લેવા અપીલ કરીને લોકોને સલામત થઈ જવા કહ્યું છે. તેમણે કહ્યું કે, રમઝાન મહિનામાં એકબીજાને મળવાનું થતું હોવાથી મુસ્લિમ સમાજનાં લોકો વહેલામાં વહેલી તકે વેકસીનેશન કામગીરી પૂર્ણ કરે એ જરૂરી છે કે જેનાથી કોરોના જેવી મહાબીમારી થી લોકોને રક્ષણ મળી રહે.
સુરતઃ સુરતમાં કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો આવ્યો છે ત્યારે કોરોના વેકસીન લેવા મુસ્લિમ સમાજનાં તમામ લોકોને અપીલ કરાઈ છે. સુરત શહેરના માજી મેયર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટના ભૂતપૂર્વ ઉપપ્રમુખ કદીર પીરઝાદાએ પ્રજાજોગ સંદેશ આપી મુસ્લિમ સમાજનાં તમામ લોકોને કોરોના વેકસીન લેવા અપીલ કરી છે. કદીર પીરઝાદાએ કોરોના વેકસીન લેવા ઉપરાંત માસ્ક પહેરવા પણ અપીલ કરી છે. કદીર પીરજાદાએ ઘરે ઘરે ફરીને અને રોડ ઉપર આવી લોકોને જાગૃત કર્યા હતા.
કદીર પીરઝાદાએ કોરોના સામે રક્ષણ મેળવવા લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગે સભાનતા કેળવાય અને વેક્સીન માટે જાગૃતિ આવે તે માટે મહા અભિયાનની શરૂઆત કરી છે. મુસ્લિમ સમાજમાં જાગૃતિના અભિયાન તરીકે માજી મેયર કદીરભાઈ પીરઝાદાએ વિવિધ વિસ્તારમાં ઘેર ઘેર ફરીને રાઉન્ડ લીધા હતા. કદીર પીરઝાદાએ મંગળવારે હોડી બઁગલા, ઘાસ્તીપુરા, રુબી કોમ્પ્લેક્સ, મદારી વાડ વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી લોકો ને જાગૃત કર્યા હતા.
કદીર પીરઝાદાએ મુસ્લિમો માટે પવિત્ર મનાતો રમઝાન મહિનો આવી રહ્યો છે ત્યારે વહેલામાં વહેલી તકે વેક્સીન લેવા અપીલ કરીને લોકોને સલામત થઈ જવા કહ્યું છે. તેમણે કહ્યું કે, રમઝાન મહિનામાં એકબીજાને મળવાનું થતું હોવાથી મુસ્લિમ સમાજનાં લોકો વહેલામાં વહેલી તકે વેકસીનેશન કામગીરી પૂર્ણ કરે એ જરૂરી છે કે જેનાથી કોરોના જેવી મહાબીમારી થી લોકોને રક્ષણ મળી રહે. આ ઝુંબેશમાં કદીરભાઈ પીરઝાદા સાથે સમાજના અગ્રણીઓ માજી કોર્પોરેટર અસદ કલ્યાણી પણ જોડાયા હતા.
સુરતમાં અઠવાડિયામાં કેટલા નોંધાયા કેસ
સુરતમાં સતત ત્રીજા દિવસે 400થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસમાં જ સુરતમાં કોરોનાના 1300થી વધારે નવા કેસ નોંધાયા છે. મંગળવાર, 23 માર્ચે 476, સોમવાર, 22 માર્ચે 429, રવિવાર, 21 માર્ચે 405, શનિવાર, 20 માર્ચે 381, શુક્રવાર, 19 માર્ચે 349, ગુરુવાર, 18 માર્ચે 324, બુધવાર, 17 માર્ચે 315 કેસ નોંધાયા હતા.
સુરત કોર્પોરેશને શું કરી નવી પહેલ
સુરતમાં કોરોના સંક્રમણ ઘટાડવા મનપાએ નવી પહેલ કરી છે. જે મુજબ ઉધના ઝોનમાં આવેલી રામેશ્વરમ ગ્રીન સોસાયટી-એપાર્ટમેન્ટમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે મુજબ પોઝિટિવ કેસ આવ્યા બાદ સોસાયટીના અન્ય કોઈ સભ્યને ચેપ ન લાગે તે માટે સોસાયટીમાંથી કોઇ વ્યક્તિ બહાર નીકળે તો પ્રમુખ-સેક્રેટરીને 500 રૂપિયાનો દંડ કરવામાં આવે છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
મંગળવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા હતા. મંગળવારે રાજ્યમાં 1255 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છેહતી રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318 એક્ટિવ કેસ છે, જેમાંથી 76 લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.