શોધખોળ કરો

Coronavirus Infection : પાડોશી રાજ્યમાં કોરોનાના કેસ વધતા લોકો ગુજરાત તરફ ભાગ્યા, 50 ખાનગી બસો બંધ કરાઈ

સુરત આરટીઓ દ્વારા મહારાષ્ટ્ર તરફ દોડતી ખાનગી 50થી વધુ બસો બંધ કરાઈ છે. સુરત RTO દ્વારા બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આદેશનો ભંગ જણાશે તો કાર્યવાહી કરાશે. મોટાભાગના સંચાલકો બંધના આદેશના વિરોધમાં છે. રોડ ટેક્સ ભરાઈ ગયા બાદ બંધ કરાવે છે. મહારાષ્ટ્રથી આવતી બસોમાં રોજ 70 થી વધુ પોઝિટિવ મળી આવતા હતા.

સુરતઃ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાએ હાહાકાર મચાવતા  ગુજરાત સરકાર (Gujarat Government) હરકતમાં આવી ગઈ છે. સુરત આરટીઓ (Surat RTO) દ્વારા મહારાષ્ટ્ર તરફ દોડતી ખાનગી 50થી વધુ બસો બંધ કરાઈ છે. સુરત RTO દ્વારા બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આદેશનો ભંગ જણાશે તો કાર્યવાહી કરાશે.

મોટાભાગના સંચાલકો બંધના આદેશના વિરોધમાં છે. રોડ ટેક્સ ભરાઈ ગયા બાદ બંધ કરાવે છે. મહારાષ્ટ્રથી આવતી બસોમાં રોજ 70 થી વધુ પોઝિટિવ મળી આવતા હતા. ખાનગી લકઝરી બસ એસોસિએશનના પ્રમુખ દિનેશ અણઘને જણાવ્યું હતું કે, બસોની સાથે બસ  સંચાલકોને ટેક્સ ભરવાનો આવે છે, તે ટેક્સ પણ બંધ કરવો જોઇએ. બંધ લક્ઝરી બસનો ટેક્સ માલિકો કઈ રીતે ભરી શકે. આવતી કાલે વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુને મળવા જઈ રહ્યા છીએ. અમે અમારી સમસ્યાઓ અંગે બપોરે રજૂઆત કરવાના છીએ.

ગુજરાતમાં કોરોનાનું (Gujarat Corona Cases) સંક્રમણ દિવસને દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. તેમાં પણ રાજ્યના બે મોટા શહેરો અમદાવાદ અને સુરતની હાલત અત્યંત ખરાબ છે. સુરતમાં કોરોનાના (Surat Coronavirus Cases) વધતા પ્રકોપને લઈ મનપા કમિશનર દ્વારા હોટલને (Hotels) કોવિડ સેન્ટર (Covid Center) માં ફેરવવા આદેશ કર્યો છે. શહેરમાં 9 જેટલી હોટલને કોવિડ સેન્ટરમાં ફેરવામાં આવી આવી છે.

કઈ કઈ હોટલોને કોવિડ સેન્ટર બનાવાઈ

બહાર ગામથી આવતા અને કોરોના પોઝિટિવ આવતાં લોકો ક્વોરન્ટાઈન (Quarantine) કરવા માટે વ્યવસ્થા કરાઈ છે. હોટલોમાં કોવિડ સેન્ટર થકી કોરોના પોઝિટિવ વ્યક્તિની સારવાર કરવામાં આવશે. સુરતની ગોલ્ડન સ્ટાર, જીંજર, ગોકુલ સોલિટેર, વિજયા લક્ષ્મી હોલ, ક્રિષ્ના હોટલ, એકવા કોરિડોર, લા વિક્ટોરિયા, આકાશ, સેલિબ્રેશન હોટલોને હોસ્પિટલ એટલે કે કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવી છે.

સુરતમાં શું છે કોરોનાની સ્થિતિ

રવિવારે સુરતમાં કોરોનાના નવા 724 કેસ સામે આવ્યા હતા. જે પૈકી 179 કેસ જિલ્લામાં સામે આવ્યા હતા. રવિવારે 8ના મોતથી કુલ મૃત્યુ આંક 1196 પર પહોંચી ગઈ છે. રવિવારે 687 લોકોને સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી. કુલ 62919 લોકો કોરોનામાંથી સાજા થઇ ચુક્યા છે. હાલ કુલ 3750 એક્ટિવ કેસ છે. સિવિલ હોસ્પિટલમાં 318 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.જયારે 99 લોકો બાયપેપ પર અને 18 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં 160 લોકો ઓક્સિજન પર, 41 લોકો બાયપેપ પર અને 14 લોકો વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત

તારીખ

નોંધાયેલા કેસ

મોત

4 એપ્રિલ

2875

14

3 એપ્રિલ

2815

13

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

31 માર્ચ

2360

9

30 માર્ચ

2220

10

29 માર્ચ

2252

8

28 માર્ચ

2270

8

27 માર્ચ

2276

5

કુલ કેસ અને મોત

 22,118

87

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે કોરોના વાયરસના (Coronavirus) 2875 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 14  લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે  2024  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,98,737 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81  ટકા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 64,89,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,83,043 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આજે કુલ 2,77,888 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget