શોધખોળ કરો
Advertisement
સુરતમાં શારીરિક તકલીફો થતાં કપલ સારવાર માટે હોસ્પિટલ દોડી ગયું, કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના વરાછામાં ટી સ્ટોર ચલાવતાં દંપતિ કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના વરાછામાં ટી સ્ટોર ચલાવતાં દંપતિ કોરોનાગ્રસ્ત હોવાનું સામે આવ્યું હતું. દંપત્તિને શારીરિક તકલીફ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતાં. જ્યાં તપાસ કરતા દંપત્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સુરતના વરાછામાં આવેલા મીની બજારમાં એક દંપત્તિ ટી સ્ટોર ચલાવે છે. ટી સ્ટોર ચલાવતાં આ દંપત્તીને શંકાસ્પદ કોરોનાનો લક્ષણો દેખાતા બન્ને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતાં. આ દંપત્તિને અચાનક શારીરિક તકલીફો થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતાં. જ્યાં આ દંપત્તિનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તો બન્નેને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ દંપતિના સંપર્કમાં આવેલા પરિવારના 6 સભ્યોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતાં.
નોંધનીય છે કે, સુરતમાં અત્યાર સુધીમાં 1576 કેસ નોંધાયા છે જ્યારે 1091 લોકો સાજા થતાં તેને રજા આપવામાં આવી હતી. જ્યારે 68 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
સ્પોર્ટ્સ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion