(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી, ઘરે કોઇ ના હોય ત્યારે સગીરાને બોલાવી અને ...
શહેરના વેડરોડમાં લગ્નની લાલચ આપી યુવકે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
સુરતમાં લગ્નની લાલચ આપીને એક 18 વર્ષના યુવકે 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ થયાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના વેડરોડમાં લગ્નની લાલચ આપી યુવકે સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જોકે સગીરાએ બાળકને જન્મ આપતા ભાંડો ફૂટ્યો હતો. સગીરાએ બાળકને જન્મ આપતા તેને સ્મીમેર હોસ્પિટલ લઇ જવાઇ હતી. જોકે આ અંગે સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરે ચોક બજાર પોલીસે જાણ કરી હતી અને સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર વેડરોડ પર રહેતા 18 વર્ષના યુવક અને 16 વર્ષની સગીરા વચ્ચે એક વર્ષથી પ્રેમ સંબંધ હતો. દરમિયાન યુવકે લગ્નની લાલચ આપીને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવકના ઘરે કોઈ ન હોય તે સમયે સગીરા સાથે શારીરીક સંબંધ બાંધ્યા હતા. જેના કારણે સગીરા ગર્ભવતી બની હતી. દરમિયાન સગીરાને પેટમાં દુખાવો થતા તેણે પોતાના ઘરે જ બાળકને જન્મ આપ્યો હતો. બ્લિડિંગ વધારે થતા સગીરાના પરિવારજનો તેને લઇને 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે આ અંગેની જાણ ચોક બજાર પોલીસને કરી હતી અને પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી યુવક સગીરાનો પાડોશી છે અને કોલેજમાં અભ્યાસ કરે છે. હાલમાં પાડોશી યુવક ફરાર છે. યુવકને પકડવા માટે ચોક બજાર પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.
સુરતમાં દુષ્કર્મની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. તાજેતરમાં જ લવ જેહાદની એક ઘટના બની હતી. સુરતમાં પુણા વિસ્તારમાંથી લવ જેહાદની આ ઘટના સામે આવી છે. એક મુસ્લિમ શખ્સ ઓજેર આલમે અર્જૂનસિંહ નામ ધારણ કરી એક હિન્દુ યુવતીને ફસાવી અને બાદમાં તેને સાપુતારા લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ.
મુસ્લિમ શખ્સ ઓજેર આલમે અર્જૂનસિંહ નામનું હિન્દુ આધારકાર્ડ બનાવી લીધુ હતુ આ શખ્સે પુણામાં એક હિન્દુ છોકરીને ફસાવી હતી, બાદમાં આ 15 દિવસના પ્રેમસંબંધમાં ઓજેરે હિન્દુ યુવતીને સાપુતારા લઈ જઈને શારીરિક સંબંધો બાંધ્યા હતા, જોકે, હવે તેની અસલી ઓળખ બહાર આવી છે. આ કૌભાંડનું એટલું જ ખતરનાક પાસું એ છે કે, તેને નકલી નામનું આધારકાર્ડ કેવી રીતે મેળવ્યું હતું ? તે જાણીને લોકો ચોંકી રહ્યાં છે. આ વિદ્યર્મી યુવકે નામ બદલીને હિન્દુ ધર્મ ધારણ કર્યો હતો, અને હિન્દુ યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતુ. 15 દિવસ બાદ યુવતી સામે સમગ્ર વિગતો સામે આવતાં જ પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હિન્દુ સંગઠનો મેદાનમાં આવી ગયા અને હિન્દુ યુવતીને વિદ્યર્મીના ચુંગાલમાથી છોડાવી હતી.