![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
India Rain | દેશમાં જળવિસ્ફોટ, ક્યાંક શહેરોમાં પાણીમાં ગરકાવ તો ક્યાંક પહાડો જમીનદોસ્ત
નેપાળમાંથી ભારે વરસાદ (rain) અને પાણી છોડાયા બાદ હવે યુપીના ઘણા શહેરોમાં પૂરની અસર ગંભીર બની રહી છે. બહરાઈચ, શ્રાવસ્તી, ગોંડા, બલરામપુર, અયોધ્યા, આંબેડકર નગર, બારાબંકી, સીતાપુરના લગભગ 250 ગામો પૂરની ઝપેટમાં છે. લખીમપુર ખેરીના 150, શાહજહાંપુરના 30, બદાઉનના 70, બરેલીના 70 અને પીલીભીતના 222 ગામોની મોટી વસ્તી પૂરના પાણીથી ઘેરાયેલી છે. પૂર્વાંચલના બલિયામાં પૂરની સ્થિતિને કારણે કેટલાક ઘરો ધોવાઈ જવાના સમાચાર છે. યુપીના 800થી વધુ ગામો પૂરની (flood) ઝપેટમાં છે.
ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યત
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કમર સુધીના પાણીમાં લોકો રસ્તો પસાર કરતા જોવા મળ્યાં. અહીં પૂરના પાણીમાં ગરકાવ કારને જેસીબીની મદદથી બહાર કઢાઈ હતી. ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં ભારે વરસાદથી ચારેય તરફ તબાહીના દ્રશ્યો સર્જાયા હતા. ડેમ અને બેરેજમાંથી પાણી છોડાતા સ્થાનિક નદીઓ ખતરાના નિશાન પરથી વહી રહી છે. ગર્રા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. ઉત્તર પ્રદેશનું ગોરખપુર પૂરના પ્રકોપની ચપેટમાં આવ્યું હતું. ભારે વરસાદ બાદ આવેલા પૂરથી ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાપ્તી નદીનું જળસ્તર વધતા કેટલાક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
![Weather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/05/f878c205fa2c67b847bef05ff04017821736054346767722_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/04/99fc6508ee7ca36ca6725526c46e386417359826472001021_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/01/8202161c0b7fab94baf95c0aaa32e7611735706605773722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Rajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/30/a0788bcad1420463448ccb715294c568173553467989573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/29/9b4b901fddcb2bbf1e184a656f77cf53173546254119873_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)