શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કયો જિલ્લો ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત? જાણો શું આવ્યા મોટા સમાચાર?
ગઈ કાલે ડાંગ જિલ્લામાં એક સાથે 12 લોકોએ કોરોનાને મ્હાત આપતા હવે માત્ર 3 જ એક્ટિવ કેસો રહ્યા છે.
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ડાંગ જિલ્લાથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે આ જિલ્લામાં એક સાથે 12 લોકોએ કોરોનાને મ્હાત આપતા હવે માત્ર 3 જ એક્ટિવ કેસો રહ્યા છે. આ સાથે નવો કેસ નોંધાયો ન હોવાથી હવે ગમે ત્યારે આ જિલ્લો ફરીથી કોરોનામુક્ત થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ પછી વલસાડ અને તાપી જિલ્લા માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ બે જિલ્લામાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. તાપીમાં 29 અને વલસાડમાં 43 એક્ટિવ કેસો છે. હાલ, રાજ્યમાં માત્ર 5 જિલ્લામાં 50થી ઓછા એક્ટિવ કેસો છે. જેમાં ત્રણ દક્ષિણ ગુજરાતના, એક મધ્ય ગુજરાત અને એક સૌરાષ્ટ્રના જિલ્લાનો સમાવેશ થાય છે. દક્ષિણ ગુજરાતનાજિલ્લાઓની વાત કરીએ તો જેમાં ડાંગમાં ગુજરાતમાં સૌથી ઓછા માત્ર 3 જ એક્ટિવ કેસો છે. ડાંગ માટે સૌથી સારી વાત એ પણ છે કે, અહીં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી.
આ પછી તાપી જિલ્લામાં 29 અને વલસાડ જિલ્લામાં 43 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લામાં 31 એક્ટિવ કેસો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં આણંદમાં 45 એક્ટિવ કેસો છે. આ ઉપરાંત 100થી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 80, ખેડામાં 73, મહીસાગરમાં 88, નર્મદામાં 83, નવસારીમાં 72 એક્ટિવ કેસો છે.
દક્ષિણ ગુજરાતમાં સુરતમાં સૌથી વધુ 2497 એક્ટિવ કેસો છે. આ પછી ભરુચમાં 254 એક્ટિવ કેસો છે. આ સિવાયના એક પણ જિલ્લામાં 100થી વધુ એક્ટિવ કેસો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion