Surat News: સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી પટકાતા મહિલા સફાઇકર્મીનું મોત
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સફાઇ કર્મીના મોતના મામલે પ્રાથમિક દષ્ટીએ તપાસ મહિલાએ આપધાત કર્યાં હોવાના અનુમાન સાથે તપાસ શરૂ કરી છે.
Surat News: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સફાઇ કર્મીના મોતના મામલે પ્રાથમિક દષ્ટીએ તપાસ મહિલાએ આપધાત કર્યાં હોવાની આશંકા સેવાઇ રહી છે.
સુરત: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી નીચે પટકાતા મહિલા સફાઇ કર્મી તારાબેનનું નિધન થયું છે. પ્રાથમિક તપાસ મુજબ મહિલાનું આપધાત કર્યૈં હોવાનો અનુમાન લવાયો છે. હાલ આપઘાતની દિશામાં તપાસ ચાલું છે. મહિલાના મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો છે.
સુરત ન્યુ સિવિલ હોસ્પિટલમાં જી વોર્ડમાં સફાઇકર્મી તરીકે તારાબેન ફરજ બજાવતા હતા.આજે તેમના કામની જગ્યાએથી ચોથા માળેથી તેઓ નીચે પડી જતાં મોત થયું છે. જે સમયે તેઓ નીચે પટકાયા તેમના હાથમાં મોબાઇલ ફોન પણ હતો. ઘટનાની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલ સિક્યુરિટી એ કંટ્રોલમાં જાણ કરી હતી બાદ ખટોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
Surat: મહિલાની સળગેલી લાશ મળતાં ચકચાર
Surat News: ડાયમં નગરી સુરતમાં હચમચાવનારી ઘટના સામે આવી છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી છે. મહિલા સંપૂર્ણ પણે બળી જતાં મોત થયું હતું. મહિલાનું નામ સુજીદેવી ચૌધરી અને ઉંમર આશરે 45 વર્ષ છે. આજે સવારે 9.30 વાગ્યા આસપાસ ઘટના બની હતી.
મહિલાના રહસ્યમય મોતથી અનેક સવાલો
ઘર કંકાસમાં ઘટના બની હોવાની આશંકા છે. 4 દિવસ અગાઉ પતિ રાજ્સ્થાન મંદિરે ગયો હતો. મૃતક મહિલાના પરિવારમાં બે બાળક અને એક દીકરી છે. મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક સવાલ ઉઠી રહ્યા છે.
સુરતમાં યુવક-યુવતીને થયો પ્રેમ, શરીરસુખ માણતાં રહી ગયો ગર્ભ ને પછી કર્યુ એવું કે.....
શું છે મામલો
રાજ્યમાં નવજાત બાળકોને તરછોડી દેવાના કિસ્સા છાશવાર પ્રકાશમાં આવતા હોય છે ત્યારે સુરતમાં ત્રણ દિવસ પહલા વરાછાના પે એન્ડ યુઝ શૌચાલયમાંથી નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. શૌચાલયની સાફ સફાઇનું કામ કરતાં કર્મચારી શુક્લ ભથ્થુકુમારે આ અંગે શૌચાલયનું કાઉન્ટર સંભાળતા કર્મચારીને જાણ કરી હતી. મૃત હાલતમાં મળી આવેલા બાળક અંગે વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી બાળકને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યું હતું. આ માલે વરાછા પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી અ યુવક બંને મૂળ મધ્યપ્રદેશના અને આંબાવાડી પાટી ચાલ ઝુંપડપટ્ટી વરાછામાં રહેતા હોવાનું જાણવા મળ્યા બાદ અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં બંનએ એકબીજાના પ્રેમમાં હોવાનું અને ભાગીને લગ્ન કરવાના હતા પરંતુ તે પહેલા શારીરિક સંબંધના કારણે યુવતીને ગર્ભ રહી ગયો હોવાથી બાળકનો જન્મ થયો હોવાથી તેને તરછોડી દીધું હોવાની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસ બંનેની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.