Baba Dhirendra Shastri Divya Darbar: આખરે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કરી દીધો ધડાકો, જણાવ્યું પોતે કઈ પાર્ટીના છે
Baba Dhirendra Shastri Divya Darbar: સુરત શહેરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે દિવ્યા દરબાર યોજાવાનો છે. સુરતના લીંબાયત સ્થિત નીલગીરી ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબાર ભરાશે.
Baba Dhirendra Shastri Divya Darbar: સુરત શહેરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે દિવ્યા દરબાર યોજાવાનો છે. સુરતના લીંબાયત સ્થિત નીલગીરી ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબાર ભરાશે. તે પહેલા સુરતમા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા બાબાએ કહ્યું કે, ગુજરાતમાં આવી ખુબ આનંદ થયો. વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર-પ્રસાર કરવાનો છે. ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો. હું કોઈ રાજકિય પાર્ટીમાં નથી,હુ બજરંગબલી પાર્ટીથી છું. તમામ પાર્ટીના લોકો અમારા શિષ્ય છે.
આજે સુરતમાં યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર
આજે સુરતમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. મળતી જાણકારી અનુસાર, સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે. આ અંગેનું તમામ આયોજન કરવામા આવી રહ્યું છે.
લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાનારા બે દિવસીય દરબારમાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આજે વહેલી સવારથી જ લોકો દરબારમાં હાજર રહેવા પહોંચી રહ્યા છે. ગુજરાતના જ લોકો નહી પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ,જમ્મુ કશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહારથી પણ લોકો દિવ્ય દરબારમાં હાજરી આવવા આવી રહ્યા છે. દિવ્ય દરબાર સાંજે 5થી 10 વાગ્યા સુધી યોજાશે. જો કે દિવ્ય દરબારના પ્રારંભ પહેલા વિશાળ રોડ- શો યોજાશે. બાબાને ગુજરાત પ્રવાસ માટે Y કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ત્યારે બાબા જ્યાં દરબાર ભરવાના છે તે સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા સુરત પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી છે. બાબાના દરબારની સુરક્ષા માટે એક JCP, બે DCP, ચાર ACP કક્ષાના અધિકારી તૈનાત રહેશે. તો 400થી વધુ પોલીસ કર્મચારી, 700 હોમગાર્ડના જવાન પણ ખડેપગે રહેશે.
ગઈકાલે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી તેઓ યજમાન રામ પ્રતાપ ઉર્ફે જુંગી ભાઈના ઘરે ગયા હતા ત્યાં બાબા માટે ફળાહારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાથી તેઓ વટવા ખાતે દેવકીનંદન મહારાજના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ચાર્ટર્ડ પ્લેનમાં બેસીને બાબા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર બાબાના આગમનને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અમદાવાદમાં આગામી 29 અને 30 એ બે દિવસ દિવ્ય દરબાર યોજોવાનો છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમદાવાદના ચાણકયપુરીમાં દિવ્ય દરબારનું આયોજન થવાનું છે. આયોજકોએ આ દિવ્ય દરબારમાં એન્ટ્રી માટે પાસ રાખવાનું આયોજન કર્યું છે. અમદાવાદનો દિવ્ય દરબાર નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે આયોજક ને બાબાએ ગદા આપી છે. સમિતિના લોકો પોલીસ વચ્ચે બેઠક થયા બાદ કેટલા પાસ આપવાના તે નક્કી કરવામાં આવશે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી માટે બનાવવામાં આવ્યો જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે. 130×130 ફૂટ પહોળાઈ ધરાવતો સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આઠ ફૂટ ઊંચાઈ ધરાવતો સ્ટેજ તૈયાર છે. અહીં સાધુ સંતોની સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી બિરાજશે. દૂરથી પણ ભક્તો દર્શન કરી શકે તે રીતે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.