Surat :અલ્પેશ કથીરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે વિવાદ વકર્યો, જાણો, પાટીદાર પર કેમ થયો લાઠીચાર્જ
Surat News: સુરતમાં થયેલી જબરદસ્ત બબાલ અને મારામારીનો વીડિયો આવ્યો સામે આવ્યો છે. અહીં પોલીસે અલ્પેશ કથીરિયા અને તેમના સમર્થકોની પોલીસ સાથે બબાલ કર્યાની ઘટના બની છે.

Surat News: સુરતમાં પાંચ સપ્ટેમ્બરના ગણેશ ઉત્સવ દરમિયાન થયેલી બબાલ હજું સમી નથી. અલ્પેશ કથીરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે થયેલો વિવાદ વકર્યો છે. જાણીએ શું છે સમગ્ર મામલો.
સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન 5 સપ્ટેમ્બરે અલ્પેશ કથિરિયા અને સુદામા ગ્રૂપ વચ્ચે કોઇ કારણોસર બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ મામલે આજે સમાધાન માટે બંને ગ્રૂપ ફરી એકઠા થયા હતા પરંતુ આ દરમિયાન બંને ગ્રૂપ વચ્ચે ફરી એકવાર બબાલ થઇ હતી અને આ દરમિયાન પોલીસે પણ લાઠીચાર્જ કર્યો હતો. સુરતમાં જબરદસ્ત બબાલ અને મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આ સમય દરમિયાન અલ્પેશ કથીરિયા અને તેમના સમર્થકોની પોલીસ સાથેની બબાલના કેટલાક દ્રશ્યો વીડિયોમાં જોઇ શકાય છે. પોલીસે પાટીદાર યુવકો પર આ સમયે બરાબરની ડંડાવાળી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનનો વીડિયો પણ સામે આવ્યો છે.
અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર યુવકો સાથે પોલીસની બોલાચાલી અને ત્યારબાદ પોલીસે જબરદસ્ત લાઠી ચાર્જ કર્યો હતો. આ ઘટના બાદથી અલ્પેશ સહિતના લોકો મૌન છે. ઉતરાણ પોલીસની ટીમે રીતસરની લાઠીઓ ચલાવી હોય તેવા પણ દ્રશ્યો રેકોર્ડ થયા છે. ઉલ્લેખનિય છે કે, વરાછામાં હાલ આ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, અલ્પેશ અને તેના સમર્થકો લાઠીઓ ખાઇને પણ કેમ મૌન છે. આટલી મોટી બબાલ છતા કોઈ નક્કર કાયદાકિય કાર્યવાહી થયાના અહેવાલ નથી.
નોંધનિય છે કે, પાંચ સપ્ટેમ્બરના ગણેશ ઉત્સવ દરમિયાન મોટી બબાલ થઇ હતી. સમાધાન કરાવવા ગયાનો ઉત્તરાણ પોલીસનો મૌખિક દાવો છે. જો કે સમાધાન કરાવવા ગયેલી પોલીસ લાઠીચાર્જ કેમ કરે છે તેનો કોઈ જવાબ નથી મળ્યો આ મામલે અલ્પેશ કથીરિયાએ પણ બિલકુલ ચૂપ છે અલ્પેશ કથીરિયાએ ટેલિફોનિક પ્રતિક્રીયા આપવાનો પણ ઈન્કાર કર્યો છે.
આ ઘટનાને લઇને અનેક સવાલ ઉભા થવા સ્વાભાવિક છે. જેમકે, જાહેરમાં બબાલ થઈ તો શું પોલીસે નોંધ્યો છે ગુનો? શું સુલેહ શાંતિ ભંગનો નોંધાયો છે ગુનો? પોતાને અને સમર્થકોને પાઠ ભણાવાયો છતા કેમ અલ્પેશ કથીરિયા મૌન? જાહેરમાં તમાશો છતાંય કથીરિયા મૌન કેમ? શું આ માત્ર પંડાલ પૂરતી બબાલ હતી કે અન્ય કોઈ મુદ્દો? શું આ સમગ્ર ઘટનાક્રમની ફરિયાદ નોંધાઇ છે કે નહી? અલ્પેશ કથીરિયાએ કેમ આ મુદ્દે ન આપી પ્રતિક્રિયા? પોલીસ સમાધાન માટે ગઇ હતી તો દંડો કેમ ઉગામ્યો?





















