ગુજરાતના ક્યા મોટા શહેરના ડોક્ટરોએ રાજ્યમાં 10 દિવસના લોકડાઉનની કરી માંગ, જાણો વિગત
ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.
સુરતઃ કોરોનાની ગંભીર સ્થિતિને લઈને સુરતના ડોક્ટોરોએ એક સપ્તાહથી લઈને 10 દિવસના લોકડાઉનની માગ કરી છે. આ માગ રાજ્ય સરકાર પાસે કરવામાં આવી છે. સુરતમાં કોઈપણ ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડની વ્યવસ્થા નથી ને જો આવી જ સ્થિતિ રહી તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. ડોક્ટરનું કહોવું છે કે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન ખૂબ જ જરૂરી છે.
નોંધનીય છે કે, આ પહેલા રાજ્યમાં લૉકડાઉન લાગશે કે નહીં તેની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, દેશમાં કોઈ રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન નથી. આમ કહીને તેમણે સંકેત આપ્યો કે રાજ્યમાં હાલ લૉકડાઉન લાગવાની સંભાવના નથી. લોકડાઉન અંગે પૂછાયેલા સવાલનાં જવાબમાં નીતિન પટેલે જણાવ્યું કે, મહાનગરો અને નગરો મળીને 20 સ્થળોએ રાત્રિ કર્ફ્યૂં છે. તો સ્થાનિક લોકો વેપારી સંગઠનો અને નગરપાલિકાઓ પોતાની રીતે સ્વયંભૂ બજારો અને શહેરો બંધ રાખવાનો નિર્ણય કરી રહ્યા છે. કોઇ વિકએન્ડ લોકડાઉન પણ કરી રહ્યા છે. નાગરિકો પણ ભીડ એકત્ર ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે. રાજ્ય સરકાર જો સંપૂર્ણ લૉકડાઉન મામલે વિચારણા થતી હશે તે અંગે અલગથી જનતાને માહિતગાર કરવામાં આવશે.
ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 11,403 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 116 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5494 પર પહોંચી ગયો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશનમાં 28, રાજકોટ કોર્પોરેશન-7, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 6, જાનમગર કોર્પોરેશમાં 4, ભરૂચમાં 3, જામનગરમાં 3, મોરબીમાં 3, રાજકોટમાં 3, વડોદરામાં 3, બનાસકાંઠામાં 2, ભાવનગરમાં 2, છોટા ઉદેપુરમાં 2, દેવભૂમિ દ્વારકામાં 2, ગાંધીનગરમાં 2, મહેસાણામાં 2, સુરતમાં 2, અમરેલીમાં 1, આણદંમાં 1, અરવલ્લીમાં 1, ભાવનગર કોર્પોરેસમાં 1, બોટાદમાં 1, ગાંધીનગર કોર્પોરેશમાં 1, જૂનાગઢમાં 1, પંચમહાલમાં 1, પાટણમાં 1, સાબરકાંઠામાં 1 મળી કુલ 117 લોકોને કોરોના ભરખી ગયો હતો.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 4207, સુરત કોર્પોરેશનમાં 1879, રાજકોટ કોર્પોરેશનમાં 663, સુરત-484, વડોદરા કોર્પોરેશનમાં 426, મહેસાણા 418, જામનગર કોર્પોરેશન-279, બનાસકાંઠામાં 195, વડોદરામાં 189, ભરૂચમાં 169, પાટણમાં 145, ગાંધીનગર કોર્પોરેશનમાં 138, ભાવનગર કોર્પોરેશનમાં 124, કચ્છમાં 124, જાનનગરમાં 110, તાપીમાં 109, દાહોદમાં 105, ગાંધીનગરમાં 101, આણંદમાં 99, રાજકોટમાં 98, સુરેન્દ્રનગરમાં 98, અમરેલી 93, સાબરકાંઠામાં 94, ભાવનગરમાં 91, ખેડામાં 91, નવસારીમાં 87, નર્મદામાં 84, મહિસાગરમાં 75, વલસાડમાં 71, પંચમહાલમાં 67, જૂનાગઢ કોર્પેોરેશમાં 61, જૂનાગઢ 59, બોટાદ 57, ગીર સોમનાથ 53, અરવલ્લીમાં 52, અમદાવાદમાં 51, મોરબીમાં 51, દેવભૂૂમિ દ્વારકામાં 38, પોરબંદરમાં 33, છોટા ઉદેપુરમાં 25, ડાગમાં 10 મળી કુલ 11,403 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં ગઈકાલે 4179 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,41,724 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 68 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 68754 પર પહોંચ્યો છે. જેમાંથી 341 લોકો વેન્ટિલેટર પર અને 68413 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 82.15 ટકા છે.