(Source: ECI/ABP News/ABP Majha)
VIDEO: સુરતમાં ડ્રગ્સ માફિયાની પોલીસકર્મીએ ફિલ્મી ઢબે કરી ધરપકડ, પેરોલ જમ્પ કરી આરોપી ફરાર હતો
સુરતમાં ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરની પોલીસકર્મીએ જીવના જોખમે ધરપકડ કરી છે. ડ્રગ્સના ગુનામાં લાજપોર જેલમાં બંધ આરોપી વચગાળાના જામીન લઈ બહાર આવ્યો હતો.
સુરત: સુરતમાં ડ્રગ્સ માફિયા ઇસ્માઇલ ગુર્જરની પોલીસકર્મીએ જીવના જોખમે ધરપકડ કરી છે. ડ્રગ્સના ગુનામાં લાજપોર જેલમાં બંધ આરોપી વચગાળાના જામીન લઈ બહાર આવ્યો હતો. બાદમાં આરોપી મુદ્દત પર ફરી હાજર ન થઈ પેરોલ જમ્પ કરી હતી. ફરાર આરોપીને જાંબાઝ પોલીસકર્મીએ ઝડપી લીધો છે. પોલીસકર્મીએ આરોપીને ઝડપી પાડ્યો એ દરમિયાનના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીએ કઈ રીતે જીવના જોખમે આરોપીને ઝડપી પાડ્યો છે. પત્નીની સારવાર કરાવવા રૂપિયાની સગવડ કરવા આરોપી ઈસ્માઈલ ગુર્જરે જામીન મેળવ્યા હતા. લાજપોર જેલમાં જણાવેલ મુદ્દતે હાજર નહિ થઈ પેરોલ જમ્પ કરી આરોપી ફરાર હતો. આ દરમિયાન આરોપી ઇસ્માઇલ ગુર્જર તેની આરોપી પત્ની સાથે ભાગી જવાની ફિરાકમાં હતો.
#Surat : સુરતમાં ડ્રગ્સ માફિયાની પોલીસકર્મીએ ફિલ્મી ઢબે કરી ધરપકડ pic.twitter.com/44aIdj6Yhg
— ABP Asmita (@abpasmitatv) September 29, 2023
39 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો
સુરત શહેરમાં વર્ષ 2022માં એસઓજીએ પુણા નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઈસ્માઇલ ગુર્જરને 39 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડયો હતો. આ ગુનામાં તે લાજપોર જેલમાં ધકેલાયો હતો. ઈસ્માઈલ જેલમાં જતા પત્ની હીનાએ ડ્રગ્સનો વેપાર શરૂ કરી દીધો હતો. જેથી એસઓજીએ વોચ ગોઠવી હીનાને 50 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડી જેલમાં ધકેલી દીધી હતી. બાળકો નાના હોય અને પત્નીની સારવાર કરાવવા રૂપિયાની સગવડ માટે આરોપીએ વચગાળાના 22મી જુલાઇથી 4 ઓગસ્ટ સુધીના જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યો હતો. 4 ઓગસ્ટે તે જેલમાં હાજર થવાને બદલે ફરાર થયો હતો.
ઈસ્માઈલ પત્ની સાથે ભાગી જવાની ફિરાકમાં હતો
બીજી તરફ તેની પત્નીએ સારવાર માટે 27મી સપ્ટેમ્બરે બે દિવસના પોલીસ જાપ્તા સાથે વચગાળાના જામીન પર બહાર આવી હતી. આ દરમિયાનમાં ઈસ્માઈલ પત્ની સાથે ભાગી જવાની ફિરાકમાં હતો તે પહેલા એસઓજીએ તેને દબોચી લીધો હતો. એટીએસએ પણ ઈસ્માઈલ ગુર્જરને એમડી ડ્રગ્સ સાથે ભૂતકાળમાં પકડયો હતો.
સુરતમાં રફતારનો કહેર, દારુના નશામાં કાર ચાલકે બાઈકને ટક્કર મારતા બે લોકો ઈજાગ્રસ્ત
સુરત ડિંડોલી વિસ્તારમાં રફતારનો કહેર જોવા મળ્યો છે. આરોપી જયસુખ હડિયા અકસ્માત સર્જી ફરાર થાય તે પહેલા જ લોકોએ તેને ઝડપી પાડ્યો છે. આરોપીને પોલીસ હવાલે કરવામાં આવ્યો છે. કાર ચાલકે સુરતના ડિંડોલી વિસ્તારમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં બાઈકને અડફેટે લેતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કારમાં દારૂની બોટલ પણ મળી આવી હતી. પોલીસ આ બાબતે વધુ તપાસ હાથ ધરી રહી છે.