શોધખોળ કરો

Heart attack Death: વધુ એક યુવકનું ગરબે ઘૂમતા મોત, રાસ રમતા અચાનક ઢળી પડ્યો

હાલ નવરાત્રિમાં રાજ્યભરમાં ગરબાની ધૂમ ચાલી રહી છે, જો કે આ સાથે ગરબે ઘૂમતા અચાનક ઢળી પડ્યા બાદ મોત થયાના કિસ્સા પણ સતત વધી રહ્યા છે. સુરતમાં પણ યુવકનું આજ રીતે મોત થયું છે.

સુરતના પલસાણાની સર્વોદય સોસાયટીમાં ગરબે ઘૂમતા યુવકનું અચાનક મોત નિપજ્યુ છે. રાહુલ રાઠોડ નામનો યુવક ગરબાના તાલે ઝુમી રહ્યો હતો અને અચાનક  ઢળી પડ્યો હતો. આ દરમિયાન તેમને સારવાર અર્થ  તત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો  હતો જો કે, દિર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક દષ્ટીએ યુવકનું મોત હાર્ટ અટેકથી થયાનું મનાવામાં આવી રહ્યું છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

તો બીજી તરફ અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા  જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.

ખેડાના કપડવંજમાં  છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા યુવકનું મોત થયું છે.  કપડવંજમા વીર શાહ નામનો યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેમને અચાનક  નાકમાંથી બ્લીડીંગ થવા લાગ્યું.  યુવકની સ્થિતિને જોતા તેમને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો, જોકે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે, શારીરિક  રીતે સ્વસ્થ 17 વર્ષીય યુવકને હાર્ટએટેકથી મોત થતા પરીવાર સહિત ગ્રામજનો સ્તબ્ધ છે.

તો બીજી તરફ રાજકોટમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી. રાજકોટના ધોરાજીના ભાદર બે ડેમના પાટિયામાં સમારકામ કરતાં શ્રમિક યુવકનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. મૃતક યુવક ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે. આશુ કુમાર દિનેશભાઈ સોનકાર નામના 28 વર્ષીય ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યાં હતા. બનાવ બન્યા બાદ આ યુવકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે દુર્ભાગ્યવશ તબીબ દ્વારા રાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ હાર્ટ એટેકથી યુવકનું મોત થયાનું તારણ સામે આવ્યું હતું.  

છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત

તારીખઃ 15 ઓક્ટોબર 2023

સ્થળઃ ઈચ્છાપોર, સુરત

માતાજીની મૂર્તિ લઈને પરત

ફરતા સમયે હાર્ટ એટેકથી મોત

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ પાદરા

યુવક ઓચિંતા ઢળી પડ્યો

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ ગોધરા

શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ

બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર

મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ

ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ વડોદરા

કારેલીબાગના 26 વર્ષીય યુવકનું

હાર્ટ એટેકથી નિધન

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ ઓલપાડ

42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર

બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને

છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો

તારીખઃ 10 ઓક્ટોબર 2023

સ્થળઃ જામનગર

ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા

દરમિયાન હાર્ટ એટેક આવતા મોત

તારીખઃ 5 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય

યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન

તારીખઃ 25 સપ્ટેમ્બર 2023

સ્થળઃ જામનગર

ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને

હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
Embed widget