(Source: ECI/ABP News/ABP Majha)
Cyclone Effect: ભારે પવનને કારણે ટાંકી ઉડીને રોડ પર પડી, બાળકીનો આબાદ બચાવ, જુઓ ઘટનાનો વીડિયો
સુરત:બિપરજોય વાવાઝાડોના કારણે ગુજરાતભરમાં હજુ પવનની ગતિ સામાન્ય નથી થઇ. સુરતમાં પણ પવનની ભારે ગતિના કારણે એક દુર્ઘટના ઘટી હતી. જેમાં એક બાળકીનો આબાદ બચાવ થયો હતો પરંતુ એક યુવક ઇજાગ્રસ્ત થયો
સુરત:બિપરજોય વાવાઝાડોના કારણે ગુજરાતભરમાં હજુ પવનની ગતિ સામાન્ય નથી થઇ. સુરતમાં પણ પવનની ભારે ગતિના કારણે એક દુર્ઘટના ઘટી હતી. જ્યાં ભારે પવનને કારણે ટાંકી રોડ પર જતાં યુવક પર પડી હતી.
બિપરજોય વાવાઝોડાને લઇને હજુ પણ પવનની ગતિ સામાન્ય નથી થઇ. ભારે પવનના કારણે સુરતના ભેસ્તાનમાં અગાસી પર રહેલી પાણીની ટાંકી રોડ પર નીચે પટકાઇ હતી. જો કે દુર્ભાગશ રોડ પર જતાં યુવક પર આ ટાંકી પડતાં યુવકને ઇજા પહોંચી હતી. જો રોડ પર જતી બાળકીનો આબાદ બચાવ થયો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. આ ધટનાનો વીડિયો વીડિયો ગઇકાલ સાંજથી વાયરલ થયો છે .
સુરતમાં નશો કરેલા ડ્રાઇવરે સીટી બસને પલટી ખવડાવી, લોકોએ પકડીને ચખાડ્યો મેથીપાક
સુરતમાં એક ડ્રાઈવરે બસ પલટી મારી હોવાની ઘટના સામે આવી છે, ખરેખરમાં આ ડ્રાઇવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હોવાની વાતો સામે આવી છે. માહિતી એવી છે કે, સુરતમાં સુરતના સરોલી ઓલપાડ રૉડ પર એક બસ ડ્રાઇવરે અકસ્માત સર્જ્યો છે. અહીં સુરતથી ઓલપાડ જતી બસે પલટી ખાધી છે. આ બસ સીટી બસ હતી અને જ્યારે આ બસ નીકળી તે પહેલા તેને ફૉર વ્હીલર અને ટૂ વ્હીલરને ટક્કર મારી હતી, બાદમાં તે ભાગી છૂટવાનો પ્રયાસ કરતો દેખાયો હતો, જોકે, બાદમાં લોકોએ તેનો પીછો કર્યો તો તેની બસ પલટી મારી ગઇ હતી. જ્યારે બસ પલટી મારી ગઇ ત્યારે લોકો આ સીટી બસના ડ્રાઇવર અને કંડક્ટરને પકડ્યા હતા, અને જોરદાર મેથીપાક ચખાડ્યો હતો. ડ્રાઇવર ખુદ નશાની સ્થિતિમાં હતો અને બસ ચલાવી રહ્યો હતો, જોકે, સદનસીબે જે સમયે બસે પલટી ખાદી તે સમયે બસમાં કોઈ મુસાફર સવાર ન હતો.
સુરતના માંડવીમાં ડમ્પર ચાલકે 200 મીટર બાઇક ઢસડી, ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત
સુરત જિલ્લામાં ડમ્પર ચાલકોનો કહેર યથાવત છે. અકસ્માતમાં માંડવીના ત્રણ લોકોનો ભોગ લેવાયો છે. મોડી રાત્રે માંડવાના તડકેશ્વર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે બાઈક પર સવાર ત્રણ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ ડમ્પર નીચે 200 મીટર બાઈક ઢસડાઈ હતી. જેના કારણે ત્રણેય લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી ફરાર થયો હતો. મૃતક ત્રણેય યુવકનો માંડવીના કેવડિયાના રહેવાસી હતા. તડકેશ્વર ખાતે નોકરી પરથી પરત જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટનાના પગલે ત્રણેય યુવકોના ઘરમાં માતમ છવાઈ ગયો હતો.