શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરત: પોલીસે રેડ કરી નકલી ઘી-તેલ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
ઉત્તરાયણ પહેલા ઘીમાં ભેળસેળીયા સક્રિય બન્યા છે. સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસે નકલી ઘી અને તેલનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો છે.
![સુરત: પોલીસે રેડ કરી નકલી ઘી-તેલ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો Duplicate ghee was seized from Surat સુરત: પોલીસે રેડ કરી નકલી ઘી-તેલ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું, લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/06025926/Ghee.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત: ઉત્તરાયણ પહેલા ઘીમાં ભેળસેળીયા સક્રિય બન્યા છે. સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસે નકલી ઘી અને તેલનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં ધીમાં ભેળસેળ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યુ છે. સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી તેલ-ઘી વેચવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. નકલી તેલ બનાવાનું કારખાનું ઝડપી સુમુલ, ગુબાલ, ફોર્ચ્યુન, તિરૂપતિ સહિતની કંપનીના સ્ટીકર વાળા તેલના ડબ્બા કબજે કરવામાં આવ્યા છે. સુરત PCB પોલીસે ડિવા ટ્રેડિંગ નામની દુકાનમાં રેડ કરી ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
પોલીસે પાલનપુર પાટીયા પાસેના ગોડાઉનમાં દરોડા પાડતા બ્રાન્ડેડ કંપનીનું લેબલ સાથે મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે.
સુરતના રામનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું ઝડપાયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, સુમુલ, ગુબાલ, ફોર્ચ્યુન, તિરૂપતિ સહિતની કંપનીના સ્ટીકર મળ્યા હતા. ડુપ્લીકેટ ઘી ઉપર ઓરિજિનલ કંપનીના લેબલ મારવામાં આવ્યા હતા. સુરતના રામનગર વિસ્તારમાં આવેલી ડિવા ટ્રેડિંગ નામની દુકાનમાં પ્રખ્યાત ઓઇલ કંપનીના ખાદ્ય તેલનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું હતું. જેની જાણકારી કંપનીના અધિકારીઓ સુધી પહોંચતા તેમણે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને ફરિયાદ કરી હતી.
કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે રેડ કરતા જ તેમની આંખો પહોળી થઇ ગઇ હતી.પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માત્ર એક કંપની જ નહીં પરંતુ લગભગ તમામ કંપનીના તેલનું ડુપ્લિકેશન કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)