શોધખોળ કરો

Earthquake: સુરતમાં ભૂકંપ આવ્યો, વહેલી સવારે 6 વાગે લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર દોડ્યા

Surat Earthquake:વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પીનપુર, સતવાણ, ઉમરપાડા સહિતના ગામોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવયા હતા

Surat Earthquake: ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે, આજે વહેલી સવારે સુરત જિલ્લાના ઉમરપાડાના કેટલાક વિસ્તારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, જે પછી લોકોમાં ગભરાઇને ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપના ઝટકા વહેલી સવારે 6 વાગે અનુભવાયા હોવાનું લોકો કહી રહ્યાં છે. 

માહિતી અનુસાર, આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના પીનપુર, સતવાણ, ઉમરપાડા સહિતના ગામોમાં ભૂકંપના હળવા આંચકા અનુભવયા હતા. સવારે 6 વાગે ભૂકંપ આવ્યો હોવાના કારણે લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા. ઉમરપાડા મામલતદાર કચેરીએ ભૂકંપની નોંધ લીધી હતી. ભૂકંપ અંગે કચેરીએ જણાવ્યું કે, 12 નવેમ્બરની સવારે 6.04 કલાકે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપથી કોઈ પણ નુકસાની કે જાનહાનિના અહેવાલ નથી.

ભૂકંપની તીવ્રતા શું છે - 
રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને સૂક્ષ્મ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર સૂક્ષ્મ શ્રેણીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી. 3.0 થી 3.9 ની તીવ્રતાના અત્યંત હળવા ધરતીકંપ એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તેઓ અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે. લાઇટ શ્રેણીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેઓ નજીવું નુકસાન પહોંચાડે છે.

ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો - 
ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.
નબળી સીઢીઓનો ઉપયોગ ન કરો..
સામાન્ય રીતે બિલ્ડિંગોમાં બનેલ સીઢીયો મજબૂત નથી હોતી.
ઝટકો આવતા સુધી ઘરની અંદર જ રહો
આંચકા આવતા બંધ થાય ત્યારે બહાર નીકળો.

આ પણ વાંચો

Brotherhood: સૌથી વધુ કયા મુસ્લિમ દેશના લોકો હિન્દુઓને કરે છે પ્રેમ 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
સરકારી નોકરીની જોરદાર તક: સુરત મહાનગરપાલિકામાં 1924 જગ્યાઓ પર બમ્પર ભરતી, જાણો અરજી કરવાની પૂરી રીત
સરકારી નોકરીની જોરદાર તક: સુરત મહાનગરપાલિકામાં 1924 જગ્યાઓ પર બમ્પર ભરતી, જાણો અરજી કરવાની પૂરી રીત
Surat News: સુરતમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 30થી વધુ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ
Surat News: સુરતમાં હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ, 30થી વધુ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....

વિડિઓઝ

LPG shortage crisis: રાજ્યમાં ગેસની અછતને જોતા છારોડી SGVP એ પૂરું પાડ્યું આગોતરા આયોજનનું ઉદાહરણ
MLA Mukesh Patel: ગેસની કાળાબજારી કરતા લોકોને ધારાસભ્ય મુકેશ પટેલની ચેતવણી
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
C R Patil Birthday: કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતમાં અનેક કાર્યક્રમો
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
ગુજરાતમાં પેટાચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ઉમરેઠ બેઠક પર 23 એપ્રિલે થશે મતદાન, 4 મેના રોજ આવશે પરિણામ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Nepal: ભારતીય શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 7 લોકોના કરૂણ મોત
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
અમેરિકાની નાગરિકતા મેળવવા માટે ફેક લૂંટ ચલાવનાર 11 ગુજરાતીની ધરપકડ, જાણો શું છે ઘટના
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
મિડલ ઇસ્ટ જંગની અસર, ઇંડિગોની દુબઇ, અબુધાબી સહિતને ફ્લાઇટ રદ્દ, જાણો ડિટેલ
કોમેડિયન ઝાકીર ખાન હોસ્પિટલમાં દાખલ; વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં, પૂછ્યું: 'તમે ઠીક છોને?'
કોમેડિયન ઝાકીર ખાન હોસ્પિટલમાં દાખલ; વીડિયો વાયરલ થતા ચાહકો ચિંતામાં, પૂછ્યું: 'તમે ઠીક છોને?'
Embed widget