Surat: સુરત APMC માં પેમેન્ટને લઈ માહોલ બદલાયો,ખેડૂતો 2000ની નોટને બદલે માગી રહ્યા છે 500ની નોટ
સુરત: 2000 ની નોટને લઈ જાહેરાત થતા સવારથી રાજ્યમાં કંઈક અલગ માહોલ જોવા મળી રહ્યો છે. સુરત APMC માર્કેટ માં પેમેન્ટને લઈ માહોલ બદલાયો છે. શાકભાજી વેચવા આવનાર ખેડૂતો 2000 ની નોટને બદલે 500 ની નોટ મળે તેવો આગ્રહ રાખી રહ્યા છે.
સુરત: 2000 ની નોટને લઈ જાહેરાત થતા સવારથી રાજ્યમાં કંઈક અલગ માહોલ જોવા મળી રહ્યો છે. સુરત APMC માર્કેટ માં પેમેન્ટને લઈ માહોલ બદલાયો છે. શાકભાજી વેચવા આવનાર ખેડૂતો 2000 ની નોટને બદલે 500 ની નોટ મળે તેવો આગ્રહ રાખી રહ્યા છે. ગામડામાં 2000 ની નોટના છુટ્ટા મળતા નથી તેવી કેફિયત રજુ કરાઈ છે. APMC શાકભાજી વિક્રેતા પણ 500 ની અને 200 ની નોટ આપી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે 2000 ની નોટનું ચલણ ઓછું છે. એકલ દોકલ 2000 ની નોટમાં વ્યવહાર થાય છે. અત્યારે ખેડૂતો 2000 ની નોટના બદલે 500 ની નોટનો આગ્રહ રાખે છે.
રાજકોટમાં અલગ અલગ પાનની દુકાનોમાં પણ લોકો 2,000 ની નોટ લઈને આવી રહ્યા છે. 50 કે સો રૂપિયાનો માલ લેવો હોય અને લોકો 2000 ની નોટ કાઢે છે. વેપારીએ કહ્યું 2000 ની નોટના છૂટા કેમ આપવા. 2000 ની નોટ અત્યાર સુધી માર્કેટમાં દેખાતી નહોતી પરંતુ ગઈકાલ રાતથી મોટી સંખ્યામાં 2000 ની નોટ દેખાઈ રહી છે.
રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપમાં 2000ની નોટો ઢગલાબંધ આવવા લાગી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાની 2000 ની નોટ આવી છે. મોટાભાગના લોકો 2,000 ની નોટ લઈને જ પેટ્રોલ ડીઝલ પુરાવી રહ્યા છે. મોટાભાગના વાહનચાલકો 2000 ની નોટ લઈને આવી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટ અને અન્ય ચલણનો પણ લોકો ઓછો ઉપયોગ કરી રહ્યા છે.
2000 રૂપિયાની નોટ લેવા માટે કોઇ ઇન્કાર કરે તો શુ કરશો
RBIએ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આ નોટો 30 સપ્ટેમ્બર પછી માન્ય રહેશે નહીં. 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ જાહેરાત કરી છે કે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી હટાવી દેવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકોને 2000ની નોટ ન આપવાનો આદેશ આપ્યો છે. જોકે આરબીઆઈએ કહ્યું છે કે, આ નોટો 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણવામાં આવશે. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં જમા કરાવવાની રહેશે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે, આરબીઆઈની 19 પ્રાદેશિક કચેરીઓમાં અન્ય મૂલ્યોની ચલણમાં રૂ. 2000ની નોટો બદલી શકાય છે.
2000 રૂપિયાની નોટ ક્યારે અને કેટલી બદલી શકાય છે
ભારતીય રિઝર્વ બેંકે તેના સર્ક્યુલરમાં કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બદલવા પર કોઈ પ્રતિબંધ નથી. જોકે, બાદમાં આ માટે વિગતવાર નિયમો જારી કરવામાં આવશે. આ નોટો 23 મેથી બદલી શકાશે. 2000 રૂપિયાની નોટ, તો 20 હજાર રૂપિયાની લિમિટ બદલી શકાશે. આ ચલણ 23 મે 2023 થી બદલી શકાશે.
જો કોઈ વ્યક્તિ નોટ બદલવાની ના પાડે તો શું કરવું?
જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ છે અને તમે તેને એક્સચેન્જ કરવા માંગો છો તો તમે બેંકમાં જઈને જમા કરાવી શકો છો. 30 સપ્ટેમ્બર 2023 પહેલા, જો કોઈ દુકાનદાર, બેંક શાખા અથવા અન્ય કોઈ બેંક નોટ 2000 રૂપિયા લેવાનો ઇનકાર કરે છે, તો તમે તેની ફરિયાદ કરી શકો છો.