શોધખોળ કરો

Surat: સુરત કલેક્ટર કચેરીએ રેલવે પ્રોજેક્ટના જમીન સંપાદનનો વિરોધ, ખેડૂતોએ કર્યો હલ્લાબોલ

સુરત કલેક્ટર કચેરીએ ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો. કારણ હતું રેલવે પ્રોજેક્ટના જમીન સંપાદનનો વિરોધ.સુરતના ઓલપાડ તાલુકાના ગોથાણ-હજીરા વચ્ચે નવી રેલવે લાઈન નાંખવાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

સુરત:  સુરત કલેક્ટર કચેરીએ ખેડૂતોએ હલ્લાબોલ મચાવ્યો હતો. કારણ હતું રેલવે પ્રોજેક્ટના જમીન સંપાદનનો વિરોધ.સુરતના ઓલપાડ તાલુકાના ગોથાણ-હજીરા વચ્ચે નવી રેલવે લાઈન નાંખવાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના મતે રેલવે લાઈનથી દામકા, વાંસવા, સુંવાલી, રાજગીરી, મોરા અને ભટલાઈ સહિતના ગામ બે ભાગમાં વહેંચાઈ જશે અને તેમને મોટું નુકસાન થશે.

જમીન માપણીના નામે અધિકારીઓ હેરાન કરે છે

ખેડૂતોએ આરોપ લગાવ્યો કે, જમીન માપણીના નામે અધિકારીઓ હેરાન કરે છે. એટલું જ નહીં CRZ કાયદાની બીક બતાવવામાં આવે છે. ખેડૂતોના મતે પડતર જમીન હોવા છતાં તેમની જ મહામૂલી જમીન પર રેલવે લાઈન નાંખવા માટેનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 

ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ

કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા-ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાંખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે.જેની કામગીરી પણ હાલ ચાલી ચાલી રહી છે.કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

14 ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે

રેલવે ટ્રેક લાઇનના કારણે 14 ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે. જેમાં 350થી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે. તે ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી.

ખેડૂતોએ અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા કલેકટર કચેરીએ આશ્ચયજનક દેખાવ કરી વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર સને નારેબાજી કરી પોતાનો રોષ વ્યકત કર્યો હતો.ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે જે હયાત રેલવે ટ્રેક છે,તેનો જ ઉપયોગ કરવામાં આવે.નવી રેલવે ટ્રેક લાઈનની કોઈ જરૂર રહેતી નથી. 

લીલા શાકભાજી, હળ સહિત પીએમથી લઈ વિવિધ વિભાગોમાં હમણાં સુધી પત્ર વ્યવહાર થકી કરાયેલી રજુઆતોના લેટર સાથે દેખાવ કરી નવી રેલવે ટ્રેક લાઇન રદ કરવાની માંગ કરી હતી. ઉપરાંત હાલ જે હયાત ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial                   

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
CJP Protest: દિલ્હી પોલીસે અભિજીત દિપકેની કરી ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજૂ
Embed widget