શોધખોળ કરો
Advertisement
સુરતમાં લાગેલી ભીષણ આગમાં 21 વિદ્યાર્થીઓના મોત, PM મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું
સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના બીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે 21 વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઘટનાને લઈને પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે.
સુરત: સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના બીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે 21 વિદ્યાર્થીઓના મોત થયા છે.
આ ઘટનાને લઈને પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું સુરતમાં ભીષણ આગની ઘટનાથી દુખી છું. મારી સંવેદનાઓ મૃતક પરિવાર સાથે છે. ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું. મે ગુજરાત સરકારને સ્થાનીક પ્રશાસન પાસે પ્રભાવિતોને તમામ પ્રકારની સહાયતા કરવા કહ્યું છે.Extremely anguished by the fire tragedy in Surat. My thoughts are with bereaved families. May the injured recover quickly. Have asked the Gujarat Government and local authorities to provide all possible assistance to those affected.
— Narendra Modi (@narendramodi) May 24, 2019
આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગથી બચવા માટે 10થી વધુ વિદ્યાર્થીઓએ બિલ્ડિંગના બીજા માળથી કૂદકા લગાવ્યા હતા. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ પણ પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.#Visuals Gujarat: A fire broke out on the second floor of a building in Sarthana area of Surat; 18 fire tenders at the spot. More details awaited. pic.twitter.com/iY0O588Pom
— ANI (@ANI) May 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement